ETV Bharat / state

PM Modi Gujarat visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નામ બદલ્યું, ટ્વિટ કરી આપી માહિતી - Gujarat Education Department

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના (PM Modi Gujarat visit)પ્રવાસે છે. આજે 5:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેઓ આવશે. વડાપ્રધાન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્કૂલની મુલાકાત કરશે. મુલાકાત પહેલા વડાપ્રધાને કમાન્ડો કંટ્રોલ સેન્ટરનું નામ બદલીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર(PM Modi Visit Vidya Samiksha Kendra) કર્યું છે. આ બાબતે વડાપ્રધાને સત્તાવાર ટ્વીટ કરીને જાહેરાત કરી હતી.

PM Modi Gujarat visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નામ બદલ્યું, નવું નામ વિદ્યા સમીક્ષા કેન્દ્ર કર્યું

author img

By

Published : Apr 18, 2022, 1:35 PM IST

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના (PM Modi Gujarat visit)પ્રવાસે છે. સાંજે 5:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ આવશે. તેમના કાર્યક્રમની વાત કરવામાં આવે તો 06:00 થી 07:00 સુધી તેઓ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્કૂલની મુલાકાત કરશે. ત્યારે મુલાકાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમાન્ડો કંટ્રોલ સેન્ટરનું નામ બદલીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર (PM Modi Visit Vidya Samiksha Kendra)કર્યું છે. આ બાબતે નરેન્દ્ર મોદીએ સત્તાવાર ટ્વીટ કરીને જાહેરાત કરી હતી.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર

કમાન્ડો કંટ્રોલ સેન્ટરનું નામ બદલીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર કર્યું - વૈશ્વિક કક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરીની સમગ્રતયા વિગતો આપતા શિક્ષણ વિભાગે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં આશરે 2.4 લાખ શિક્ષકો, 10,000 જેટલો સુપરવીઝન માટેનો સ્ટાફ મળી કુલ આશરે 2.5 લાખ કરતાં વધારે કર્મચારીઓ કાર્યરત છે. જે રાજ્ય સરકારના કુલ કર્મચારીઓના આશરે 51 ટકા જેટલા છે. આ તમામ કર્મચારીઓના અસરકારક મોનીટરીંગ અને સપોર્ટ માટે તથા વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમના સતત મોનીટરીંગ અને સુધારણા માટે ટેક્નૉલૉજી આધારિત વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી હતી. જેના ભાગરૂપે પ્રથમ વાર શિક્ષણ વિભાગ(Gujarat Education Department) દ્વારા ગુજરાતની તમામ રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ માટે વર્ષ 2019માં શિક્ષણ ક્ષેત્રનું દેશનું સર્વ પ્રથમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર-સીસીસીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

500 કરોડ અલગ અલગ ડેટા - આ વિશ્વકક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રના બે અત્યાધુનિક મોનીટરીંગ રૂમમાંથી ખાસ પસંદ કરાયેલા અને તાલીમ બધ્ધ 50 શિક્ષકો દ્વારા સમગ્ર રાજ્યના બીઆરસી, સીઆરસી, જિલ્લાના અને તલુકાના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો વગેરેનું સતત મોનીટરીંગ, લાઈવ ડેટા શેરિંગ અને કોમ્યુનિકેશનથી સતત માર્ગદર્શન પૂરું પાડવામાં (Prime Minister Narendra Modi Gujarat tour)આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા છેલ્લા અઢી વર્ષમાં એકમ કસોટી (પીએટી), સત્રાંત અને વાર્ષિક પરીક્ષાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રિયલ ટાઈમ ઓનલાઈન હાજરીના 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓના વિવિધ પ્રકારના 5૦0 કરોડ કરતાં વધુ અલગ અલગ પ્રકારના ડેટા સેટ દર વર્ષે મેળવવાની મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે.

  • Upon reaching Gujarat tomorrow, I will visit the Vidya Samiksha Kendra. This modern centre leverages data and technology in order to improve learning outcomes. I will also interact with those who are working in the education sector.

    — Narendra Modi (@narendramodi) April 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજ્ય સરકારે કરેલા તમામ કામોનું રેકોર્ડ - આ ઉપરાંત તમામ ડેટાનું મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અને બિગ ડેટા એનાલિટીક્સના માધ્યમથી મીનિંગફુલ એનાલિસિસ કરી તેનો શાળાકીય શિક્ષણના તમામ નીતિવિષયક નિર્ણયો લેવામાં એટલે કે ડેટા આધારિત નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેમ વિભાગે ઉમેર્યુ હતું. શિક્ષણ વિભાગે કહ્યું હતું કે વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ડેટા આધારિત રાજ્યમાં પહેલીવાર શાળા પ્રવેશોત્સવ 2.0 અંતર્ગત ‘એનરોલમેન્ટ ટુ એટેન્ડન્સ’ અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી લગભગ 100 ટકા નામાંકન સુનિશ્ચિત કરવામાં આવતું હતું પરંતુ હવે તેને ડેટા આધારિત કરવામાં આવ્યું છે. રાજ્યની સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રમાણે ધોરણ એકમાં પ્રવેશપાત્ર તમામ વિદ્યાર્થીઓને ઓળખી કાઢીને વર્ષ 2019-20માં 100.3%, 2020-21માં 100.1% અને વર્ષ 2021-22માં 100 ટકા નામાંકન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વિધાર્થીઓના તમામ ડેટા ઓનલાઈન - વધુમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ડેઇલી રિયલ ટાઈમ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાથી એક વર્ષમાં 80 ટકા થી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 26 ટકા અને શિક્ષકોની સંખ્યામાં 9 ટકાનો વધારો જોવા મળ્યો એટલે કે લગભગ 13.5 લાખ વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવતા થયા છે. આ ઉપરાંત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ માટે નિયમિત સત્રાંત, વાર્ષિક અને એકમ કસોટીના આયોજનથી વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં સતત સુધારો જોવા મળ્યો છે. આ કસોટીઓ માટે નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિમાં સૂચવ્યા મુજબના લર્નિંગ આઉટકમ આધારિત હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તૈયાર કરીને 15 કરોડ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે.

રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ - આ સિવાય રાજ્યના તમામ સુપરવાઇઝરી સ્ટાફનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સ્કૂલ મોનીટરીંગ એપ્લિકેશન દ્વારા સતત રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ કરવામાં આવે છે. જેથી તેમની શાળા મુલાકાત અને સપોર્ટ સુનિશ્ચિત કરી શકાય. આ એપ્લિકેશનના અમલ બાદ સુપરવાઇઝરી સ્ટાફની શાળા મુલાકાતમાં આશરે 20ટકા જેવો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત રાજ્યની તમામ શાળાઓના સર્વાંગી મૂલ્યાંકન માટે ગુણોત્સવ 2.0 અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ગુણોત્સવ 2.0 ના તમામ ડેટાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા કરી રાજ્યની તમામ સરકારી શાળાઓનું જુદા જુદા 61 માપદંડો પર એક્રેડિટેશન પૂર્ણ કરી તેનું વિગતવાર એનાલિસિસ કરીને દરેક શાળાઓને તેમનું રિપોર્ટ કાર્ડ આપવામાં આવ્યું છે. જે શાળાઓને તેમના વિકાસ માટેનું આયોજન કરવામાં મદદરૂપ બની રહ્યું છે.

કોવિડ કામગીરીની તમામ માહિતી - શિક્ષણ વિભાગ દ્વારા નવતર પહેલરૂપી હોમ લર્નિંગના ભાગરૂપે કોવિડના સમયગાળામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સતત શિક્ષણ મળી રહે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાત વર્ચ્યુઅલ શાળા મારફતે આશરે 8 કરોડ વ્યૂ સાથેની યૂ ટ્યુબ ચેનલ, 10 કરોડ કલાકનું ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર વિશ્વમાં માઈક્રોસોફ્ટ ટીમ્સના ઉપયોગમાં ગુજરાત ત્રીજું સ્થાન ધરાવ છે. દીક્ષા પોર્ટલ પર સતત પ્રસારિત થતાં શૈક્ષણિક કાર્યક્રમોની વ્યૂઅરશીપમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા બે વર્ષથી સતત પ્રથમ સ્થાને છે તે આપણા માટે ગૌરવ સમાન છે.

આ પણ વાંચોઃ PM Modi visits Gujarat: PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા મનીષ સિસોદિયાએ ટ્વિટર પર ભાજપને બતાવ્યો અરિસો

સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સોફ્ટવેર - આ સિવાય શાળાઓના મુખ્ય શિક્ષકો પરથી વહીવટી કામગીરીનું ભારણ ઘટાડવા તથા સમગ્ર વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સોફ્ટવેર તૈયાર કરી અમલમાં મૂકવામાં આવ્યું છે જેથી મુખ્ય શિક્ષકોનો સમય હવે બાળકોના વધુ સારા અભ્યાસમાં મદદરૂપ બનશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર શિક્ષણ વિભાગના તમામ ઇન્ટરવેન્શન્સ માટે નર્વ સેન્ટર તરીકે કાર્યરત છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આ તમામ ઈનીશીએટિવ માટે ખાસ ડેશબોર્ડસ તૈયાર કરવામાં આવેલા છે. આ ડેશબોર્ડસ દ્વારા મુખ્યપ્રધાન ડેશબોર્ડ પર પણ સતત ડેટા પૂરો પાડવામાં આવે છે.

વડાપ્રધાન સાથે કોણ હાજર રહેશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત (Narendra Modi visit to Vidya Samiksha Kendra)દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી સહિત મહાનુભાવો, શિક્ષણવિદો ખાસ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદી ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અત્યાધુનિક મોનિટરીંગ રૂમમાંથી ગુજરાતભરના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, મુખ્ય શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણ ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.