ગાંધીનગર: પીએમ મોદીએ ગાંધીનગર ખાતે સેમિકન્ડક્ટર ઉદ્યોગ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. જમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પરિષદનો વિષય 'ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને ઉત્પ્રેરણ' છે. તેનો ઉદ્દેશ ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓનાં વૈશ્વિક નેતાઓને એકમંચ પર લાવવાનો છે. તે ભારતની સેમીકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિ પ્રદર્શિત કરે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
21મી સદીના ભારતમાં અનેક અવસર: PM મોદીએ મહાત્મા મંદિર ખાતે સંબોધન કર્યું હતુંય. તેમણે જણાવ્યું હતું કે આ દેશ વિદેશની અનેક કંપની ભારતમાં આવી છે. આ કંપની ભારત સાથે જોડે પોતાના ભવિષ્યને જોડે છે. 21મી સદીના ભારતમાં તમારા માટે અવસર જ અવસર છે. ભારતમાં તમારા બિઝનેસ ડબલ થશે. ભારત સેમિ કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે. જેમ જેમ આગળ વધીશું તેમ તેમ તમને વધુને વધુ તક મળતી જશે. આપણા પ્રયાસોની વચ્ચે ગ્લોબલ સપ્લાઇ ચેઇનને પણ જાણે છે. બધી મશીનરીને લઈને તમારી અપેક્ષા માટે અમે સમજીએ છીએ. જે સેક્ટરે અમારી સાથે કામ કર્યું છે તેણે ઊંચાઈ મળી છે.
મોબાઈલનું એક્સપોર્ટ બે ગણું: આજે ભારત દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. માત્ર બે વર્ષમાં ભારતમાં બનતા મોબાઈલનું એક્સપોર્ટ બે ગણું થઈ ગયું છે. ભારતમાં દુનિયાના બેસ્ટ મોબાઈલ બને છે. 2014માં મોબાઈલની બે કંપની હતી. હાલ 200થી વધુ કંપની મોબાઈલ બનાવી રહી છે. 2014માં 25 કરોડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સંખ્યા હતી, આજે 85 કરોડ છે. સિલિકોન ઇન્ડસ્ટ્રીઝ જે લક્ષ્ય આગળ વધી રહી છે. તેમાં ભારત બહુ મોટી ભૂમિકા રહી છે. ભારત દુનિયા એવો દેશ છે જ્યાં મિડલ ક્લાસ ઝડપી આગળ વધી રહ્યા છે. ભારતની ટેકનોલોજી ફાસ્ટ છે. સૌથી સસ્તો ડેટા આપવામાં આવી રહ્યો છે. આજે ભારત દુનિયાના સૌથી ઓછા કોર્પોરેટર ટેક્સવાળા દેશમાંનો એક છે.
85 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ: આજે ભારત પર સેમિ કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝને ભરોસો છે કારણ કે અમારી પાસે સ્કીલ એન્જિનિયર છે. જે પણ વ્યક્તિ દુનિયાના સૌથી મોટા વાઇબ્રન્ટમાં હિસ્સો બને છે તેને ભરોસો છે ભારત છે. મેક ફોર ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ સાથે આવો આપણે આગળ વધીએ. ભારતમાં વાઇબ્રન્ટ સેમિકન્ડક્ટર પાછળ એક તાકાત લગાવીએ છીએ. 300થી વધુ કોલેજોમાં એવી ઓળખ બતાવવા પ્રયાસ કરી રહ્યા છીએ કે, સેમિ કન્ડક્ટરનો કોર્સ ભણવવામાં આવી રહ્યો છે. એક વર્ષમાં 1 લાખ ડિઝાઇન એન્જિનિયર બનશે. સેમિકોન ઇન્ડિયાથી વિશ્વને આત્મવિશ્વાસ વધશે.
સેમીકોન ઇન્ડિયા 2023: આ પરિષદનો વિષય 'ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને ઉત્પ્રેરણ' છે. તેનો ઉદ્દેશ ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓનાં વૈશ્વિક નેતાઓને એકમંચ પર લાવવાનો છે. તે ભારતની સેમીકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિ પ્રદર્શિત કરે છે, જે ભારતને સેમીકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને ટેકનોલોજી વિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની કલ્પના કરે છે. સેમીકોન ઇન્ડિયા 2023માં માઇક્રોન ટેકનોલોજી, એપ્લાઇડ મટિરિયલ્સ, ફોક્સકોન, સેમિ, કેડન્સ, એએમડી જેવી મોટી કંપનીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે.
હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મનપાના કુલ 234 કરોડના વિકાસ કામોને તેઓએ પ્રજાને સમર્પિત કર્યા હતા. PM નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા રાજકોટમાં રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું હતું. જે કુલ 2500 એકરથી વધુ જમીન વિસ્તારમાં અને 1400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે.