ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં હવે ગણતરીના જ મહિનાઓ વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) બાકી છે ત્યારે તમામ સંગઠનો અને સમાજના સંગઠનો દ્વારા શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ગુજરાત રાજ્યની મહત્વનું વોટબેંક ગણાતા એવા પાટીદાર સમાજ દ્વારા પણ સંગઠનને વધુ મજબૂત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને અનુલક્ષીને 13 ફેબ્રુઆરીથી પ્રથમ તબક્કામાં કલોલથી ઊંઝા તરફ પાટીદાર જના આશીર્વાદ યાત્રાનું (Patidar Jan Ashirwad Yatra )આયોજન કરવામાં આવ્યું હોવાનુંની જાહેરાત એસપીજીના મહામંત્રી અને મુખ્ય પ્રવકતા એવા પૂર્વીન પટેલે કરી હતી.
પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાત
પ્રવિણ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં કલોલ થી 13 ફેબ્રુઆરીના રોજ પાટીદાર જ ના આશીર્વાદ યાત્રાનો આરંભ થશે અને તે કલોલ થી ઊંઝા તરફ જશે. આ જ ના આશીર્વાદ યાત્રા આગામી સમયમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ યોજવામાં આવશે સૌરાષ્ટ્રમાં રાજકોટ થી નીકળીને ખોડલધામ જશે જ્યારે સુરતમાં પણ દક્ષિણ ગુજરાતનો એક મોટો કાર્યક્રમ જના આશીર્વાદ યાત્રા સમાન (Sardar Patel Seva Dal)રાખવામાં આવશે જ્યારે મધ્ય ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity in Gujarat)ખાતે પણ આ જનયાત્રા કરવામાં આવશે.
21 હાજર કાર્યકર્તાઓ જોવડવાનો ટાર્ગેટ
પાટીદાર જન આશીર્વાદ યાત્રામાં 21 હજાર યુવાનોને જોડવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ જન આશીર્વાદ યાત્રામાં જે પણ યુવાનોને જોડવામાં આવશે તે નિશુલ્ક આપણે જોડવામાં આવશે જ્યારે જણા ચગાવ્યા કરવાનો મહત્વનો ઉદ્દેશ ફક્ત ગુજરાત રાજ્યમાં પાટીદાર સંગઠન અને એસપીજીને વધુમાં વધુ મજબૂત કરવાનો છે.
આ પણ વાંચોઃ Yatradham Ambaji : ગુજરાતના તમામ વિસ્તારોમાંથી સંતો મહંતો યાત્રાધામ અંબાજી ખાતે ઉમટી પડ્યા
લાલજી પટેલ પર સસ્પેન્સ
એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ પાટીદાર જ ના આશીર્વાદ યાત્રામાં આવશે કે નહીં તે બાબતે હજુ સુધી પણ સસ્પેન્સ છે આ બાબતે પટેલે સ્પષ્ટપણે જણાવ્યું નથી પરંતુ આ યાત્રા બાબત નું આમંત્રણ અધ્યક્ષને આપવામાં આવ્યું છે અને આ કોઈ રાજકીય નથી પરંતુ સમાજને સંગઠિત કરવાનું કાર્ય છે તેથી લાલજી પટેલ જરૂરથી આવશે તેવો વિશ્વાસ પણ એસપીજીના અને મહામંત્રી પૂર્વીન પટેલે વ્યક્ત કર્યો છે.
સંગઠનમાં જે ચૂંટણી લડશે તેને સાથસહકર આપીશું
વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓની વાર છે ત્યારે પાટીદાર સમાજ દ્વારા જ ના આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આ યાત્રા ચૂંટણીલક્ષી છે કે નહીં તે બાબતના પ્રત્યુત્તરમાં ગોવિંદ પટેલ જણાવ્યું હતું કે અમારુ દેશભક્તિ પાટીદાર સમાજના સંગઠનને મજબૂત કરવાનો છે જ્યારે સંગઠનના કોઈપણ વ્યક્તિ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવે છે અને જો કોઈપણ પક્ષ દ્વારા ચૂંટણીની ટીકીટ આપવામાં આવશે તો તે વ્યક્તિ સંગઠન દ્વારા સાથ સહકાર આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Convention of Saints in Ahmedabad : ધર્માચાર્ય આશીર્વાદ સંમેલન ચૂંટણી પ્રચારનું માધ્યમ બન્યું છે?