ગાંધીનગર : ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં જાહેર પરીક્ષા ગેરરીતિ રોકવા માટેનું બિલ બજેટ સત્રમાં પસાર કર્યું છે. જેમાં અંતિમ સમયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને બાકાત રાખવામાં આવ્યું હતું. ત્યારે આજે ધોરણ 12 ની સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયની પરીક્ષા કે જે બપોરે ત્રણથી છ દરમિયાન યોજાઇ રહી હતી ત્યારે જ 4:45 કલાકે કોમ્પ્યુટરનું પેપર જ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. જે મુદ્દે સત્તાવાર રીતે આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કર્યું હતું.
આ પણ વાંચો Paper Checking: 61,500 શિક્ષકો પેપર તપાસીને વિધાર્થીઓનું લખશે ભવિષ્ય, સંસ્કૃતનું પેપર લેવાશે ફરી
યુવરાજસિંહ જાડેજા ટ્વિટ : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટર વિષયનું પેપર આજે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતાં. ત્યારે યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષાનું પેપર વાયરલ થયું હોવાનું ટ્વિટમાં લખ્યું હતું. જ્યારે પેપર સાચું છે કે ખોટું તે હું પુષ્ટિ કરતો નથી.
-
મારી પાસે કોઈ માધ્યમ નથી, સરકાર આ વાતની તપાસ કરે તો તથ્ય સામે આવશે. @kuberdindor@CMOGuj@sanghaviharsh@Bhupendrapbjp@PMOIndia@narendramodi
— Yuvrajsinh Jadeja (@YAJadeja) March 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🙏જ્યાં પણ જરૂર પડશે ત્યાં નાગરિક અને નૈતિક ફરજના ભાગરૂપે જરૂરી માહિતી આપવા માટે હું બંધાયેલ જવાબદાર નાગરિક છું.
✍️યુવરાજસિંહ જાડેજા pic.twitter.com/BHxSbqFnqo
">મારી પાસે કોઈ માધ્યમ નથી, સરકાર આ વાતની તપાસ કરે તો તથ્ય સામે આવશે. @kuberdindor@CMOGuj@sanghaviharsh@Bhupendrapbjp@PMOIndia@narendramodi
— Yuvrajsinh Jadeja (@YAJadeja) March 27, 2023
🙏જ્યાં પણ જરૂર પડશે ત્યાં નાગરિક અને નૈતિક ફરજના ભાગરૂપે જરૂરી માહિતી આપવા માટે હું બંધાયેલ જવાબદાર નાગરિક છું.
✍️યુવરાજસિંહ જાડેજા pic.twitter.com/BHxSbqFnqoમારી પાસે કોઈ માધ્યમ નથી, સરકાર આ વાતની તપાસ કરે તો તથ્ય સામે આવશે. @kuberdindor@CMOGuj@sanghaviharsh@Bhupendrapbjp@PMOIndia@narendramodi
— Yuvrajsinh Jadeja (@YAJadeja) March 27, 2023
🙏જ્યાં પણ જરૂર પડશે ત્યાં નાગરિક અને નૈતિક ફરજના ભાગરૂપે જરૂરી માહિતી આપવા માટે હું બંધાયેલ જવાબદાર નાગરિક છું.
✍️યુવરાજસિંહ જાડેજા pic.twitter.com/BHxSbqFnqo
સરકાર તપાસ કરે : સાથે યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આજ રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર વિશેની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. મારા whatsapp નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ પેપર લીક થયેલી માહિતી પહોંચાડવામાં આવી છે. ઉપરાંત મારી પાસે કોઈ માધ્યમ નથી સરકાર આ વાતની તપાસ કરે તો સત્ય સામે આવશે તેવી વાતો પણ યોજાશે જાડેજાએ સોશિયલ મીડિયા મારફતે કરી હતી.
શિક્ષણ બોર્ડ ચેરમેને શું કહ્યું ? :ગુજરાતના ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ જે શાહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ કોમ્પ્યુટર વિશેનું પરીક્ષાનું પેપર હતું. બપોરે પોણા પાંચ વાગ્યે મેસેજ મળ્યો કે પેપર ફૂટ્યું છે. પણ વિદ્યાર્થીઓ બપોરે અઢી વાગ્યાથી જ પરીક્ષા વર્ગખંડમાં બેસી ગયા હતાં. પછી કોઈ પ્રશ્ન ઊભો થતો નથી.
12 -15 પ્રશ્નો એક જ સરખા : આમ આજની પરીક્ષામાં કુલ એક લાખ 8 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા 3:00 વાગે શરૂ થાય છે જ્યારે પરીક્ષામાં મોબાઇલ પણ એલાઉડ નથી. પણ કોઈ વિદ્યાર્થી મોબાઇલ લઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે પેપર લીક થયું નથી. આ ઉપરાંત યુવરાજસિંહ જાડેજાએ જે પેપર ટ્વિટ કર્યું છે તેમાં 12 -15 પ્રશ્નો એક જ સરખા છે અને પેપર શરૂ થઈ ગયા પછી પેપર ટ્વિટર પર બહાર આવ્યું છે. જ્યારે આ બાબતે રાજ્ય શિક્ષણ બોર્ડ સાઇબર ક્રાઇમને ફરિયાદ કરશે.