સરકારી વકીલ વિમલ કાંટાવાલાએ સરકાર તરફે દલીલો કરી હતી. જેમાં લીક કરાયેલું પેપર કોને-કોને મોકલાયું તથા આ માટે પરીક્ષાર્થીઓ પાસેથી નાણાં લેવાયા છે કે કેમ? આરોપી રામભાઈએ દીપક જોષી પાસેથી ફોન લઈને નાખી દીધા હતા તે ફોનની શોધખોળ, અમદાવાદના દાણીલીમડાની એમએસ સ્કૂલમાં પરીક્ષા લેવાઈ ત્યારે ફારુક કુરેશી અને ફકરુદ્દીન પરીક્ષા કેન્દ્રમાં ફરજ પર હતા. પેપર લીક કરવામાં તેમની સાથે અન્ય કોઈ કર્મચારી સંડોવાયેલા છે કે કેમ? આરોપીઓએ કરેલી વાતચીત અંગે તપાસ કરવા તેઓની હાજરી જરૂરી હોવાની દલીલો કરાઈ હતી. સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પ્રવિણદાન ગઢવી હજૂ ફરાર છે, તેથી તમામ આરોપીઓને ભેગા કરીને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે રીમાન્ડ મંગાયા હતા. સરકાર તરફે થયેલી દલીલોને ધ્યાને રાખી કોર્ટે આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બિનસચિવાલય મામલે આરોપીના વકીલનો ઘટસ્ફોટ કરતા કહ્યુ કે, પોલીસે કોર્ટમાં કર્યો યુવરાજસિંહ મોરીના નામનો ઉલ્લેખ કર્યો હતો. આરોપીના વકીલ રાજેશ મોદીએ કહ્યુ હતુ કે, યુવરાજસિંહ મોરી, પ્રવિણદાનની સાથે હતાં. યુવરાજસિંહ મોરી અને પ્રવિણદાન વચ્ચે સંબંધ હોવાનો કોર્ટમાં દાવો કરાયો હતો. ત્યારે યુવરાજસિંહ મોરીની ભૂમિકા પર કોર્ટમાં પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. જોકે દલીલોને આધારે વકીલો સાથેની મુલાકાતો માટે આરોપીઓને મંજૂરી આપવામા આવી હતી. આરોપી લાખવીન્દર સિંહની પૂછપરછ દરમિયાન ત્રણ વ્યક્તિઓને લીક પ્રશ્નપત્ર મોકલ્યું હોવાના પુરાવા મળ્યા છે. જેમાં યુવરાજસિંહ મોરી, મહાવીરસિંહ અને ફેનીલ નામનો વ્યક્તિઓને પ્રશ્નપત્ર મોકલ્યું હતું. આરોપી રામ ગઢવીએ દિપક નામના આરોપીનો મોબાઈલ ગુમ કરી દીધો હતો.