પંચમહાલ જિલ્લાના પ્રવાસી શિક્ષકો મોટી સંખ્યામાં મંગળવારના રોજ ગાંધીનગરમાં ઉમટયા હતા. મોંઘવારી લાખોનો પગાર કમાતા કર્મચારીઓને પણ નડી અને કર્મચારીઓને પણ નડી રહી છે, ત્યારે સામાન્ય પગારમાં હંગામી નોકરી કરતા કર્મચારીઓને તો પૂછવું તો પૂછવું જ શું? ત્યારે પંચમહાલ જિલ્લામાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો તેમના પ્રશ્નોને લઈને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આગામી 31 માર્ચ 2019ના રોજ પ્રવાસી યોજના બંધ થાય છે, ત્યારે આવનારી શિક્ષકોની ભરતીમાં પ્રવાસી શિક્ષકનો અનુભવ ગણવા માટે પણ માગ કરી હતી.
પ્રવાસી શિક્ષક બાબુભાઈ પટેલીયાએ કહ્યું કે, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પ્રવાસી શિક્ષકો મંગળવારના રોજ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. અમારી માગણી હતી કે, તમામ શિક્ષકો પોતાની વય મર્યાદા વટાવી ચૂક્યા છે, ત્યારે આગામી સમયમાં શિક્ષક તરીકે તેમને કાયમી નોકરી આપવામાં આવી જોઈએ. પ્રવાસી શિક્ષક યોજનાની વર્ષ 2015માં શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે 2020ના પૂરી થવા જઈ રહ્યા છે. તેવા સમયે હજારો શિક્ષકો બેરોજગાર થઇ જશે શિક્ષણ પ્રધાન દ્વારા અમને હકારાત્મક દ્વારા અમને હકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે અમારી દિવાળી સુધરશે કે બગળશે છે તે હવે શિક્ષણ પ્રધાન ઉપર નિર્ભર છે.