ETV Bharat / state

આરોગ્ય પ્રધાન સાથે બેઠક બાદ પંચાયત આરોગ્ય કર્મીઓએ હડતાળ બિનશરતી પૂર્ણ કરી - નીતિન પટેલ

ગ્રેડ પેના વધારાની માગ સાથે ગત 12 દિવસથી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ હડતાલ કરી રહ્યા હતા. ત્યારે સોમવારે આરોગ્ય પ્રધાન નીતિન પટેલ સાથેની બેઠક બાદ આ હડતાલ રીતે પૂર્ણ કરવાની જાહેરાત રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલની હાજરીમાં જ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. જ્યારે તમામ પડતર પ્રશ્નોનો નિરાકરણ આવનારા સમયમાં કરવામાં આવશે.

health minister
health minister
author img

By

Published : Jan 25, 2021, 10:26 PM IST

  • પંચાયત હસ્તક આરોગ્ય કર્મચારીઓની હડતાળ પૂર્ણ
  • નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની બેઠક બાદ લેવાયો નિર્ણય
  • બેઠકમાં પંચાયત હસ્તક કર્મચારીઓના આગેવાનો, આરોગ્ય અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર રહ્યા હાજર

ગાંધીનગર : ગ્રેડ પેના વધારાની માગ સાથે ગત 12 દિવસથી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ હડતાલ કરી રહ્યા હતા. ત્યારે સોમવારે આરોગ્ય પ્રધાન નીતિન પટેલ સાથેની બેઠક બાદ આ હડતાલ રીતે પૂર્ણ કરવાની જાહેરાત રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલની હાજરીમાં જ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. જ્યારે તમામ પડતર પ્રશ્નોનો નિરાકરણ આવનારા સમયમાં કરવામાં આવશે.

બિન શરતી હડતાલ પૂર્ણ

ગત 12 દિવસથી રાજ્યના તમામ જિલ્લાઓના 33 હજારથી વધુ પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર હતા અને ગ્રેડ પે વધારવાની માગ કરી રહ્યા હતા. ગ્રેડ પેની માગ જો પૂર્ણ નહીં થાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પણ જાહેર કરી હતી. ત્યારે સોમવારે અચાનક જ આરોગ્ય પ્રધાન નીતિન પટેલ સાથેની બેઠક બાદ તાત્કાલિક ધોરણે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય પંચાયત હસ્તકના કર્મચારીઓએ કર્યો હતો, જ્યારે રાજ્ય સરકાર આવનારા સમયમાં તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવશે, તેમ કર્મચારીઓએ જણાવ્યું હતું.

આરોગ્ય પ્રધાન સાથે બેઠક બાદ પંચાયત આરોગ્ય કર્મીઓએ હડતાળ બિનશરતી પૂર્ણ કરી

પોલીસ કેસ પરત ખેંચવામાં આવશે કેમ? નહીં તે સળગતો પ્રશ્ન

પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગત 12 દિવસથી હડતાલ પર હતા. ત્યારે રાજ્ય સરકારે પણ કડક વલણ અપનાવી આરોગ્ય કમિશનરે તમામ કર્મચારીઓની હડતાળ પૂર્ણ કરીને ફરજ પર પરત ફરવાની વાત કરી હતી. જો કર્મચારીઓ હડતાળ પૂર્ણ નહીં કરે તો, તેમના વિરુદ્ધ એપેડેમીક એક્ટ-1987 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે. તેમ છતાં પણ કર્મચારીઓ પર અડગ રહ્યા અને હડતાળ યથાવત રાખી હતી. તમામ જિલ્લામાં કર્મચારીઓના આગેવાનો વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે આ હડતાલ પૂર્ણ થયા બાદ પોલીસ કેસ પરત ખેંચવામાં આવશે કે કેમ? તે એક સળગતો સવાલ છે.

1,800ના ગ્રેડ પે 2,800 કરવાની હતી માગ

પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીએ ગ્રેડ પે વધારવાના મુદ્દે ગત 12 દિવસથી હડતાલ પર હતા. અત્યારે વર્તમાન સમયમાં તેમને 1,800ના ગ્રેડ પે પ્રાપ્ત થયા હોય છે, પરંતુ તેમને 2,800ની માગ કરી રહ્યા હતા, પરંતુ હવે હડતાલ પરત ખેંચવામાં આવી છે. હવે રાજ્ય સરકાર દ્વારા ગ્રેડ પે મુદ્દે કઇ રીતનું નિરાકરણ લાવવામાં આવશે. નીતિન પટેલે પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ બાબતે તમામ અધિકારીઓ વચ્ચે બેઠા કરીને આખરી નિર્ણય લેવામાં આવશે. જ્યારે વેક્સિનેશન પ્રક્રિયામાંથી પણ કર્મચારીઓ દૂર રહ્યા હતા. ત્યારે હવે આરોગ્ય કર્મચારીઓ પણ વેક્સિન લેશે અને લોકોને પણ વેક્સિન આપશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.