ETV Bharat / state

U20 Summit: લોકલ મુદ્દે નહીં પણ આંતરરાષ્ટ્રીય મુદ્દે U20માં ચર્ચા : ડે.મ્યુ.કમિશ્નર - discussion about international issue

G20 અંતર્ગત ગુજરાતમાં ત્રિ-દિવસીય U20નું આયોજન કરવામાં આવ્યું છે. U20 અંતર્ગત પાયાના 6 મુદ્દા ઉપર આંતરરાષ્ટ્રીય રીતે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આજે સવારે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 25 ડેલિકેટ્સ હાજર રહ્યા હતા.

6 મુદ્દા ઉપર આંતરરાષ્ટ્રીય રીતે ગહન ચર્ચા

author img

By

Published : Jul 7, 2023, 9:20 PM IST

6 મુદ્દા ઉપર આંતરરાષ્ટ્રીય રીતે ગહન ચર્ચા

ગાંધીનગર: G20 અંતર્ગત ગુજરાતમાં U20નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ રિવરફ્રન્ટમાં ખુલ્લા આકાશ વચ્ચે કરવાનું આયોજન હતું ત્યારે વરસાદી આગાહીના કારણે જ તાત્કાલિક ધોરણે આ ઇવેન્ટ ગાંધીનગર ખસેડાયું હોવાનું નિવેદન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર સી.આર. ખણસાણે આપ્યું હતું.

" U20 અંતર્ગત કુલ 60 દેશોના મેયર અને ડેપ્યુટી મેયર આવ્યા છે. જેમાંથી દેશના 29 મેયર ભારત દેશના અલગ અલગ શહેરો ના છે, આ કોનફરન્સ માં લોકલ ઇસ્યુ ઉપર કોઈ જ પ્રકારની ચર્ચા નહીં કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય મુદ્દા પરજ ચર્ચા કરવામાં આવશે. ચર્ચાની વાત કરવામાં આવે તો એનવાયરમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ, રિસ્પોન્સિબલ બીહેવિયર, ડિજિટલ મુદ્દે ચર્ચા કરવામાં આવશે." - ડે. મ્યુ. કમિશનર સી.આર.ખણસાર

ગિફ્ટ સિટીમાં રોકાણ: ખાણસાણે વધુમાં જણાવ્યું હતું કે U20નો કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલ સાંજે ગિફ્ટ સિટીની અંદર ડેલીગેસ્ટ માટે ડિનર રાખવામાં આવ્યું હતું. સાથે જ ગિફ્ટ સિટીની અંદર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સિસ્ટમ અને કોલિંગની સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે આજે સવારે હેરિટેજ કરવામાં આવ્યું હતું. હેરીટેજ વોકમાં 25 ડેલિકેટ્સ હાજર હતા.

" U20એ વિશ્વમાં વધી રહેલા શહેરીકરણ સાથે ખૂબ જ મહત્વ મેળવ્યું છે. જ્યારથી G20 સમિટ પેરિસ કરાર સાથે જોડાઈ ત્યારથી જ ઇકોનોમિક અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ ધ્યાન કેન્દ્રિત કરી, U20 દ્વારા ક્લાયમેટ ચેન્જ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સીટી લેવલ ઇન્વેસ્ટમેન્ટ, હેલ્થ કેર જેવા અનેક મુદ્દાઓનું સંબોધન કરવામાં આવ્યું છે." - - કિરીટ પરમાર, અમદાવાદના મેયર

વૈશ્વિક તાપમાન વધશે: આ પ્રસંગે અર્બન-20ના સહયોગી સંગઠન C40 સિટીઝ’ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેવિન ઓસ્ટિને ગુજરાતની જાહેર પરિવહન વ્યવસ્થાના વખાણ કરતા કહ્યું હતું કે શહેરોમાં મેટ્રો અને બસ રેપિડ ટ્રાન્સિસ્ટ સિસ્ટમ દ્વારા પબ્લિક એક્સેસ વધુ સરળ બની છે. અમદાવાદ પોતાનો એડવાન્સ એક્શન પ્લાન હોય એવું પ્રથમ શહેર છે. વધુમાં તેમણે વર્ષ 2050 સુધીમાં મોટાભાગના શહેરો વૈશ્વિક તાપમાનમાં વધારાનો ભોગ બનવા અંગેની શક્યતાઓ દર્શાવી હતી. સંભવિત ક્લાઈમેટ ક્રાઈસીસને ધ્યાને રાખી કાર્ય કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

  1. Mayor conference Gandhinagar: 35 દેશ અને ભારતના 54 શહેરના મેયર શહેરીકરણ બાબતે કરશે ચર્ચા
  2. U20 Summit: સમિટમાં પધારેલા દેશ-વિદેશના ડેલીગેટ્સે 'હેરિટેજ વોક' દ્વારા ઐતિહાસિક વારસો નિહાળ્યો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.