ગાંધીનગર: કોંગ્રેસના કોર્પોરેટર હિરલબેન જોશીએ સ્માર્ટ સિટી વિભાગના ચેરમેનને પત્ર પાઠવીને કામગીરી નબળી હોવાનો દાવો કર્યો છે. સ્ટ્રોમ વોટર લાઈનનું કામ કરતી એજન્સી મનમાની કરી રહી છે. ત્યારે સંબંધિત અધિકારીઓ તેની કામગીરી પર દેખરેખ રાખે છે કે, નહીં તે અંગે કોંગ્રેસે ખુલાસો માગ્યો છે. શહેરમાં ઠેર-ઠેર ખાડા ખોદવાનું અને ભૂંગળા નાખવાનું કામ ચાલી રહ્યું છે, પંરતુ સ્માર્ટ સિટીના ચેરમેન કે મેયરે સ્થળની ક્યારેય મુલાકાત લીધી છે કે, કેમ તે અંગે પણ કોંગ્રેસે ખુલાસો માગ્યો છે.
રૂપિયા રળવા સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી અણઘડ કરતાં ગટરના પાણી ઘરોમાં ઊભરાશે: કોંગ્રેસ - Congress corporator Hiralben Joshi
પાટનગરમાં રૂ.250 કરોડના ખર્ચે આકાર લઈ રહેલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરીને નગરજનો માટે જોખમી ગણાવી કોંગ્રેસે આ અંગે ખુલાસો માગ્યો છે. ગટર લાઈનની ચેમ્બરની બાજુમાં જ સ્ટ્રોમ વોટરની લાઈનની ચેમ્બર બનાવવામાં આવી છે. ગટર લાઈનમાં વારંવાર લીકેજ થતા હોય છે, ત્યારે સ્ટ્રોમ વોટરલાઈનના પાણી ગટરના પાણી ભેગા થઈ જવાની અને ઘરમાં ગટરો ઊભરાવાની ભીતિ કોંગ્રેસે વ્યક્ત કરી છે.