તારીખ 19 માર્ચથી 28 માર્ચ દરમિયાન દરરોજ 1-1 કલાક પ્રાદેશિક ચેનલ્સ પરથી પ્રસારણ થશે આમ, સીએમ રૂપાણીએ રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના અભ્યાસ હિતનો દેશભરમાં પ્રથમ નવતર પહેલરૂપ વિદ્યાર્થીલક્ષી નિર્ણય કર્યો છે.
ગાંધીનગરઃ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઈરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યની શાળા-કોલેજોનાં વિદ્યાર્થીઓને આ વાઈરસથી સંક્રમિત થતા બચાવવા તકેદારી રૂપે રાજ્યની શાળા-કોલેજો બંધ રખાઈ છે. જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે વિજયભાઇ રૂપાણીએ એક પ્રયોગ દ્વારા દેશમાં શાળા-શિક્ષણ પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા પુરૂં પાડવાનો અભિગમ અપનાવ્યો છે. જેથી ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની પહેલ કરનારૂં પ્રથમ રાજ્ય બન્યું છે.
વિદ્યાર્થીઓ પ્રવર્તમાન પરિસ્થિતીમાં ઘેર બેઠા સુરક્ષિત રહી ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન – અભ્યાસ કરી શકશે. ગુરૂવાર તા. 19 માર્ચથી 28 માર્ચ સુધી દરરોજ આ પ્રકારે 1-1 કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે.
તદ્દઅનુસાર ધોરણ 7 થી 9માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે તેમજ ધોરણ-11માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાંત શિક્ષકો કરાવશે.
ધોરણ-7 ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન બપોરે 12 થી 1, બપોરે 3 થી 4 અને બપોરે 11:30 થી 12:30એ કરાવાશે.
ધોરણ-8ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન શિક્ષણ બપોરે 2 થી 3, ઝી-24 કલાક પરથી બપોરે 11થી 12 અને સાંજે 5 થી 6માં કરાવાશે.
ધોરણ-9ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન – શિક્ષણ બપોરે 2 થી 3, સાંજે 4 થી 5 અને સાંજે 5 થી 6 દરમિયાન અપાશે.
ધોરણ-11માં ક્રમશ: કેમેસ્ટ્રી, ફિઝીકસ અને બાયોલોજીના વિષયોનું રિવીઝન-શિક્ષણ બપોરે 12:30 થી 1 અને 3:30 થી 4 સુધી, બપોરે 3 થી 4, બપોરે 4 થી 5 અને બપોરે 3 થી 4 દરમિયાન અપાશે.
જે પ્રાદેશિક ચેનલો ધોરણ-11ના વિષયોનું રિવીઝન-શિક્ષણ આપવાની છે તે ચેનલ તા. 27 માર્ચના રોજ ધોરણ-11ના મેથ્સના વિષયનું રિવીઝન-શિક્ષણ અને તા. 28માર્ચે એકાઉન્ટન્સીનું રિવીઝન-શિક્ષણ અપાશે.