ETV Bharat / state

Cyclone Biparjoy Landfall: તોફાનમાં એક પણ માનવ મૃત્યુ નહીં, 940 ગામમાં અંધારપટ - Cyclone Biparjoy

રાહત કમિશનર કુમાર પાંડે વાવાઝોડાની અસર બાબતે વધુ નિવેદન આપ્યું હતું કે સાંજે 6:30 કલાકથી આસપાસે વાવાઝોડું થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેથી પવનની ગતિ વધારે હતી. 940 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં વીજળી નથી. પરંતુ આવતીકાલે તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરવામાં આવશે.

એક પણ માનવ મૃત્યુ નહીં, 940 ગામમાં વીજળી ગુલ : અલોકકુમાર પાંડે
Etએક પણ માનવ મૃત્યુ નહીં, 940 ગામમાં વીજળી ગુલ : અલોકકુમાર પાંડે v Bharat
author img

By

Published : Jun 16, 2023, 8:13 AM IST

એક પણ માનવ મૃત્યુ નહીં, 940 ગામમાં વીજળી ગુલ : અલોકકુમાર પાંડે

ગાંધીનગર: ગુજરાતના દરિયા કિનારે બીપોરજોય નામનું વાવાઝોડું સાંજે 6.30 કલાકે લેન્ડ ફોલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, ત્યારે રાજ્ય ના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સાંજે 7 વાગ્યે બેઠક કર્યા બાદ ફરી રાત્રીના 10.30 કલાકે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ ખાતે બેઠક કરી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ટેલીફોનિક વાતચીત કરીને પરિસ્થિતિ કંટ્રોલમાં થતી ઉત્તર આપ્યો હતો.

મુખ્ય ભાગ પાકિસ્તાનમાં ટચ થયો: વાવાઝોડા બાબતે રાહત કમિશનર કુમાર પાંડે મીડિયા સાથે મોડી વાતચીત કરતા જણાવ્યું હતું કે વાવાઝોડા ના મુખ્ય ભાગ એટલે કે સેન્ટર ઓફ આઈ પાકિસ્તાનમાં ટચ થઈ છે અને વાવાઝોડાની ટેલ પણ પાકિસ્તાન તરફ જઈ રહી છે જ્યારે ગુજરાતમાં જખો બંદર ઉપર લેન્ડફોલ ની પ્રક્રિયા શરૂ થઈ હતી જેથી 100 થી 110 km પ્રતિ કલાકની ઝડપે પવન સુકાયા હતા અને આવતીકાલે વાવાઝોડાની અસર પાટણ અને બનાસકાંઠામાં જોવા મળશે અને આવતીકાલ સવારથી જ વાવાઝોડું દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધશે.

940 ગામ વિસ્તારમાં વીજળી ગુલ: રાહત કમિશનર કુમાર પાંડે વાવાઝોડાની અસર બાબતે વધુ નિવેદન આપ્યું હતું કે સાંજે 6:30 કલાકથી આસપાસે વાવાઝોડું થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી જેથી પવનની ગતિ વધારે હતી. વધારે પવનની ગતિના કારણે 10 જિલ્લાના 940 ગ્રામ્ય વિસ્તારો માં વીજળી જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 524 જેટલા વૃક્ષો ધરાશાહી થયા છે. સૌથી વધુ વૃક્ષો તથા શાહી થતા વીજળીના પોલ પણ ધરાશાહી થયા હતા. જેથી 940 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં વીજળી નથી. પરંતુ આવતીકાલે તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરવામાં આવશે.

સવારે ફિલ્ડ વર્ક શરૂ થશે: આ લોક કુમાર પાંડે વધુમાં નિવેદન આપ્યું હતું કે વાવાઝોડું આવતીકાલે સવારથી ન જ દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધશે ત્યારે વહેલી સવારથી ન જ અધિકારીઓ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને એક લાખથી વધુ લોકોનું જે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ તેઓને તેમના ઘરે જવા દેવામાં આવશે જ્યારે હાલ સુધીમાં કોઈ પણ માનવ મૃત્યુની ઘટના નોંધાઈ નથી પરંતુ 22 લોકોને સામાન્ય ઇજા થઈ હોવાનું સામે આવ્યું છે અને 23 પશુઓના મૃત્યુ વાવાઝોડાના કારણે થયા છે.

સીએમ કરશે નિરીક્ષણ: વાવાઝોડાને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ 16 જૂન સવારે 10:00 કલાકે ફરીથી સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે આવીને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે અને ત્યારબાદ જો વાતાવરણમાં સુધારો જણાવશે તો બપોરના સમયે અથવા તો સાંજે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરી શકે છે કે વાવાઝોડા ના લેન્ડફોલ સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી હતી આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્ય પ્રાણીઓની સલામતીની પણ વ્યવસ્થા અંગે પણ ટેલીફોનિક ચર્ચાઓ કરી હતી.

  1. Cyclone Biparjoy Landfall : બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌથી પ્રવેશતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી
  2. Gujarat Cyclone Biparjoy Landfall: બિપરજોય વાવાઝોડાની આંખ ગુજરાતમાં પ્રવેશી, આગામી કલાકો જોખમી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.