ETV Bharat / state

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પહેલો દિવસ, કેન્દ્રીય કૃષિ બિલ પર નીતિન પટેલે કરી વાત

આજથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે જે કામગીરી થવાની છે, તે મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે માહિતી આપી હતી. જેમાં સત્ર શરૂ થયાને પહેલી બેઠકમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત ગુજરાતમાં કોરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલા સાંસદો તેમજ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.

cx
x
author img

By

Published : Sep 21, 2020, 1:48 PM IST

ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે જે કામગીરી થવાની છે, તે મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે માહિતી આપી હતી. જેમાં સત્ર શરૂ થયા બાદે પહેલી બેઠકમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત ગુજરાતમાં કોરોનાવાઈરસને કારણે મૃત્યુ પામેલા સાંસદો તેમજ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. ત્યારબાદ ગૃહને એક કલાક માટે સ્થગિત રાખવામાં આવશે.

કેન્દ્રીય કૃષિ બિલ પર નીતિન પટેલે કરી વાત
બીજી બેઠકમાં માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક, જીએસટી સુધારા વિધેયક અને ધારાસભ્યોને પગાર કાપને લઈને જે વટહુકમ બહાર પડાયા છે, તેને વિધેયક સ્વરૂપે પસાર કરવા તેની પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કલમ-44 ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાનું વક્તવ્ય આપશે. કોરોનાવાઈરસના સંક્રમણ કાળમાં કોરોના વોરિયર્સ દ્વારા જે કામગીરી કરાઈ છે. તેને લઈને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વક્તવ્ય આપશે. આ ચર્ચામાં વિરોધ પક્ષ પણ ભાગીદાર બનશે.નાયબ પ્રધાન નીતિન પટેલે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિવિધેયક ઉપર બોલતા જણાવ્યું હતું કે, ખેડૂતોના હિત માટે આ વિધેયક લાવવામાં આવ્યું છે. જેને લઇને ખેડૂત પોતાની કૃષિ ઉપજ દેશના કોઇપણ ભાગમાં વેચી શકશે. વચેટિયાઓ અને કમિશન ખોરોનો છેદ ઊડી જતા ખેડૂતોને વધુ લાભ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.