ગાંધીનગર : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની (Launch of New IT Policy in Gujarat) જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ (Duration of the New IT) એટલે કે 2022 થી 2027 સુધી અમલમાં રહેશે. મુખ્ય પ્રધાનએ શિક્ષણ તેમજ સાયન્સ ટેકનોલોજી પ્રધાન જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં આ નવી પોલિસી (New IT and ITeS Policy Launch) ગાંધીનગરમાં જાહેર કરી હતી.
મુખ્ય અગ્રણીઓ પોલિસી લોંચીંગ અવસરે ઉપસ્થિત રહ્યા
મુખ્ય પ્રધાના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, વરિષ્ઠ સચિવો, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા તેમજ IT ક્ષેત્રની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત 9 જેટલી સંસ્થા ઓના, ગૃહોના પ્રતિનિધિઓ પણ આ પોલિસી લોંચીંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ટેક્નોલોજીકલ ક્રાંતિએ આર્થિક અને વ્યવસાયિક રીતે વિશ્વને (CM Announces New IT Policy) બદલી નાખ્યું છે.
IT ટેકનોલોજી વિશ્વમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે : મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાન જણાવ્યું કે, આ નવી અને ઉભરતી IT ટેકનોલોજી વિશ્વમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે. તેમજ વ્યવસાય, સરકારો અને લેબર માર્કેટ પર નોંધપાત્ર અસર ઉભી કરવા સાથોસાથ નાનામાં નાના વેપાર-ઉદ્યોગો અને પરંપરાગત મોટા વેપાર-ઉદ્યોગો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં દેશનું IT ક્ષેત્ર રોજગાર અને આર્થિક મૂલ્ય નિર્માણ સંદર્ભમાં વૈશ્વિક IT ક્ષેત્રે અગ્રણી સ્થાને છે. આ ઉપરાંત વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે તેમજ અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને રોકાણો માટે ફ્રેન્ડલી પોલિસીઝથી સાનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરવા પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે.
ભારતના વિઝનને સાકાર કરવા IT અને ITeS પોલિસી લોન્ચ
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, એક મજબૂત અને સક્ષમ પોલિસી ફ્રેમવર્કથી રાજ્યમાં IT ઓપરેન્સની સ્થાપના માટે સરળ પ્રક્રિયા ગીત જરૂરિયાતો પ્રસ્તુત કરીને અનુકૂળ બિઝનેસ ઈકોસિસ્ટમના નિર્માણ માટેના પ્રયાસો (CM Bhupendra Patel Announced IT and ITeS Policy) શરૂ કર્યા છે. ઇન્ફરમેશન ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે આ નવી IT અને ITeS પોલિસી 2022-27 લોન્ચ કરી છે. આ નવી પોલિસી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 8 સપનાંઓ પૈકીનું એક સપનું બે રોજગારી સે મુક્ત રોજગારી સે યુકતમાં મહત્વનું યોગદાન આપનાર બનશે.
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન દ્વારા 'મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત' અભિયાનનો પ્રારંભ, કેન્દ્ર સરકારે 750 કરોડની કરી ફાળવણી
આઇ.ટી પોલિસીની વિશેષતાઓ (Features of IT Policy)
- હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્ટ પૂલ બનાવાશે
- રાજ્યમાં એક સુદ્રઢ ક્લાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરીને આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ-મશીન લર્નિંગ –ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ-બ્લોકચેન જેવી નવી ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ-ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ધ્યેય.
- સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતની IT પોલિસીમાં CAPEX-OPEX કેપિટલ એક્સપેન્ડીચર-ઓપરેશનલ એક્સપેન્ડીચર મોડલનો યુનિક કોન્સેપ્ટ
- ઇન્ફરમેશન ટેકનોલોજી ઉદ્યોગો માટે તૈયાર કુશળ પ્રતિભાઓના અગ્રણી સ્ત્રોત બનવા રાજ્યમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સ્કૂલ-આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એકસલન્સની સ્થાપના કરાશે
- IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક IT નિકાસ 3 હજાર કરોડથી વધારીને 25 હજાર કરોડ સુધી લઇ જવાનો લક્ષ્ય
- તમામ પાત્ર IT-ITeS એકમોને 100 ટકા ઇલેકટ્રીસિટી ડ્યુટીનું વળતર અપાશે
- નવી પોલિસી દ્વારા IT ઇકો સિસ્ટમ માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઇસ બનાવાશે
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાપીમાં કરોડોના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ બનાવવા આપી મંજૂરી