ETV Bharat / state

રાષ્ટ્રીય મતદાતા દિવસ :  મતદાન જાગૃતિ અને ચૂંટણીની કામગીરી કરનારા અધિકારીઓના નામની જાહેરાત કરાઈ - National Voters Day

11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કપરા સમયમાં પણ ચૂંટણીપંચે નિર્ધારિત સમય પર યોગ્ય નિર્ણયો લઈને દેશભરમાં ચૂંટણીનું સફળતાપૂર્વક આયોજન કરી બતાવ્યું છે.

રાષ્ટ્રીય મતદાતા દિવસ
રાષ્ટ્રીય મતદાતા દિવસ
author img

By

Published : Jan 25, 2021, 10:45 PM IST

  • 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરાઈ
  • 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે શ્રેષ્ઠ લોકતંત્રની સ્થાપના માટે તમામ નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા રાજ્ય ચૂંટણી પંચનો અનુરોધ
  • રાજ્યમાં મતદાન જાગૃતિ-ચૂંટણી કામગીરી સંદર્ભે શ્રેષ્ઠ કામગીરી કરનાર વર્ષ 2020ના અધિકારી-કર્મચારીઓના નામની જાહેરાત

ગાંધીનગર : 25 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ, સોમવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દરમિયાન જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણીપંચે સામાજિક સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતા ધરાવતા દેશમાં સ્વતંત્ર-નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજીને સફળતા હાંસલ કરી છે. કોરોના મહામારીના કપરા સમયમાં પણ ચૂંટણીપંચે નિર્ધારિત સમય પર યોગ્ય નિર્ણયો લઈને દેશભરમાં ચૂંટણીનું સફળતાપૂર્વક આયોજન કરી બતાવ્યું છે.

ચૂંટણીપંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950 થઈ હતી શરૂઆત

ભારતીય ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી, 1950ના રોજ થઈ ત્યારથી સતત 71 વર્ષ સુધી ચૂંટણી પંચે દેશની લોકશાહીને મજબૂત બનાવવા ભગીરથ કાર્ય દ્વારા નાગરિકો પોતાના મતાધિકાર દ્વારા મનપસંદ સરકારને ચૂંટી શકે, તે માટે દેશભરમાં સ્વતંત્ર-નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓનું આયોજન કર્યું છે. તેમને જણાવ્યું હતું કે, ભારત જેવા વિશાળ દેશમાં 28 રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદેશો 6 લાખ ગામડા, આઠ હજાર જેટલા શહેરો અને કસ્બાઓમાં વસતા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સાંકળીને ભારતના ચૂંટણીપંચે જટિલ ચૂંટણી પ્રક્રિયાને ટેકનોલોજીના માધ્યમથી સરળ બનાવી છે. અનેક દુર્ગમ વિસ્તારોમાં ચૂંટણી અધિકારીઓ પહોંચીને નાગરિકોના મતાધિકારના રક્ષણ માટે જહેમત ઉઠાવે છે. રાજ્યપાલે લોકતાંત્રિક પ્રક્રિયાને સશક્ત બનાવવાનું શ્રેષ્ઠ માધ્યમ મતાધિકાર છે. તેમ જણાવી નાગરિકોને મનપસંદ સરકારને પસંદ કરી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ પણ કર્યો હતો.

પંચ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી

ભારતના ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ-2021ની ઉજવણી માટે સર્વે મતદાતા બને : સશક્ત, સતર્ક, સુરક્ષિત અને જાગૃત થીમ નક્કી કરવામાં આવી છે. રાજ્યપાલે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે સ્વતંત્ર-નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે ઉપસ્થિત મતદાતાઓને શપથ પણ લેવડાવ્યા હતા. ભારતી ચૂંટણી પંચના ચીફ ઇલેક્શન કમિશનર સુનિલ અરોરાએ ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છાઓ પાઠવી પોતાના વિચારો રજૂ કર્યા હતા.

ગુજરાતમાં પણ કરવામાં આવ્યા છે શ્રેષ્ઠ કામો

રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. મુરલીકિશ્નને 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા કહ્યુ કે, ભારતીય ચૂંટણીપંચની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના દિવસે થઇ હતી. આ દિવસને વર્ષ 2011થી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. મતદાન એ લોકશાહી પર્વમાં અત્યંત અનિવાર્ય છે. એ માટે નાગરિકોમાં જાગૃતિ લાવવાના આશયથી સમગ્ર દેશમાં તથા તમામ રાજ્યોમાં કાર્યક્રમો યોજવામાં આવે છે. એ જ રીતે ભારતીય ચૂંટણીપંચ દ્વારા જે નવી નવી પહેલ મતદાન જાગૃતિ માટે કરવામાં આવે છે, તેને મતદારો સુધી પહોંચાડવા માટે ચૂંટણીપંચ દ્વારા શ્રેષ્ઠ પ્રયાયો રાજ્યમાં કરવામાં આવે છે. મતદાન જાગૃતિની કામગીરીમાં ઉત્સાહ વધે. આ માટે રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારી-કર્મચારીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે.

રાજ્ય ચૂંટણી આયોગે પણ રજૂ કર્યા મંતવ્ય

રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદે રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, સમુદ્ધ લોકશાહીના નિર્માણ માટે મતદાન કરવું એ અત્યંત અનિવાર્ય છે, ત્યારે યુવાઓ પોતાના મતદાનનો વધુને વધુ ઉપયોગ કરે એ જરૂરી છે. મતદાન અંગે જાગૃતિ લાવવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા શ્રેષ્ઠ પ્રાયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અધતન ટેક્નોલોજીના ઉપયોગ થકી મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. જે આયોગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેના પરથી કોઇપણ મતદાર પોતાનું કે પોતાના પરિવારનું નામ સહિત વિગતો મેળવીને ડાઉનલોડ કરી શકે છે. જેના થકી તેણે ક્યાં મતદાન માટે જવાનું છે, એની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ બનાવાઇ છે.

આગામી ચૂંટણીનું પણ આયોજન

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંખ્યાઓ ગ્રામપંચાયત, નગર પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓની મુક્ત ન્યાયી વાતાવરણમાં ચૂંટણી આયોગ એ માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે. આગામી સમયમાં રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે આયોગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. દેશમાં પ્રવર્તી રહેલ વૈશ્વિક મહામારી કોવિડ-19 સંદર્ભે પણ કોવિડની ગાઇડલાઇન અનુસાર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યુ છે.

શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓની જાહેરાત

આ મતદાતા દિવસ ઉજવણી અંતર્ગત રાજ્યમાં મતદાન જાગૃતિ-ચૂંટણી કામગીરી સંદર્ભે શ્રેષ્ઠ કામગીરી કરનારા વર્ષ 2020ના અધિકારી-કર્મચારીઓના નામની જાહેરાત પણ ડૉ. મુરલી ક્રિશ્નન દ્વારા કરાઇ હતી. જેમાં મુખ્ય નિર્વાચન અધિકારી કચેરીના નાયબ સચિવ મોતીભાઇ દેસાઇ, સેક્શન અધિકારી કે. ડી. મોદી, નાયબ સેક્શન અધિકારી એચ. જી. વસાવાની પસંદગી કરાઇ છે. એ જ રીતે જિલ્લા કક્ષાએ દેવભૂમી દ્વારકા જિલ્લાના જિલ્લા કલેક્ટર ડૉ. નરેન્દ્ર મીના અને ભાવનગર જિલ્લાના કલેક્ટર ગૌરાંગ મકવાણા, ભાવનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. પી. પટેલની તથા મતદાર નોંધણી અધિકારી તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનારા દેવ ભૂમિદ્વારકાના પ્રાંત અધિકારી એન. ડી. પઢારિયા અને અરવલ્લી જિલ્લાના મહીસાગરના પ્રાંત અધિકારી વિમલ ચૌધરીની પસંદગી કરાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.