ETV Bharat / state

રાજ્યમાં નલ સે જલ યોજના 100 ટકા પૂર્ણ, ચૂંટણી પહેલાં સરકારે કરી જાહેરાત - Mission Mode in Gujarat State

ગાંધીનગર રાજ્યમાં નલ સે જલ યોજના (Nal Se Jal Yojana) 100 ટકા પૂર્ણ થયાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત રાજ્યમાં 100% યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે બાબતે રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.

રાજ્યમાં નલ સે જલ યોજના 100 ટકા પૂર્ણ, ચૂંટણી પહેલાં સરકારે કરી જાહેરાત

author img

By

Published : Oct 29, 2022, 11:01 AM IST

ગાંધીનગર કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતના પ્રથમ તબક્કામાં 11 જિલ્લાઓમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તબક્કાવાર બાકી રહેલા જિલ્લાઓમાં પણ કામગીરી શરૂ થઈ હતી ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત રાજ્યમાં 100% યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે બાબતે રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.

જલ જીવન મિશન 100% કામગીરી પૂર્ણ ગુજરાતે જલ જીવન મિશન (Nal Se Jal Yojana) અંતર્ગત ગ્રામીણ વિસ્તારના ઘરોમાં 100% નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરી છે. જે માટે રાજયના ગ્રામીણ વિસ્તારને 100% નળ જોડાણની સિદ્ધી પ્રાપ્ત કરનાર રાજયની જાહેરાત પાણી પુરવઠા પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 15મી ઓગષ્ટ, 2019 ના રોજ લાલ કિલ્લા પરથી જલ જીવન મિશનની ઘોષણા કરી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય વર્ષ 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરોમાં 100% નળ જોડાણ દ્વારા પાણી પૂરું પાડી દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવાનો છે.

નવા વર્ષની ભેટ નવા વર્ષની ભેટ આ મિશન ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મોડલનું વિસ્તરણ છે, જે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન હતા. ત્યારે તેમણે અમલમાં મૂક્યું હતું. આ લક્ષ્યાંકને રાજય સરકાર દ્વારા 2 વર્ષ પહેલાં એટલે કે 2022 માં ગ્રામીણ વિસ્તારમાં 100% નળથી જળની સિદ્ધિ પ્રાપ્ત કરીને લોકોને નવા વર્ષની ભેટ આપી છે. મિશન મોડ પર કામગીરી

રાજયમાં મિશન મોડ જલ જીવન મિશનની ઉદઘોષણા બાદ ગુજરાત રાજયમાં મિશન મોડ પર આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ડુંગરાળ વિસ્તારથી લઇને રણ વિસ્તાર સુધી કપરા સંજોગો તથા કપરી પરિસ્થિતિ વચ્ચે સતત કામગીરી કરી 100ટકા નળ જોડાણનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. વર્ષ 2020 અને 21માં કોરોનાની મહામારી સમયગાળામાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા સતત પ્રયાસો થકી કામગીરી ચાલુ રાખી લોકોને નળ જોડાણ આપી શુદ્ધ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો.

નળ જોડાણથી પાણી ગુજરાતમાં પાણીની વ્યવસ્થા હાલ જલ જીવન મિશન અંતર્ગત રાજયમાં કુલ 63287 કિલોમીટર વિતરણ પાઇપલાઇન, 3498 ભૂગર્ભ સંપ, 2396 ઊંચી ટાંકી, 339 કૂવા, સ્થાનિક સ્રોત માટે 3985 ટયૂબ વેલ સહિતના ઘટકો તથા 324 મીની યોજના, 302 સૌર ઉર્જાથી ચાલતી પેયજળ વિતરણ વ્યવસ્થા થકી 91.73 લાખ ઘરોને નળ જોડાણથી પાણી આપીને 100%ની સિદ્ધિ હાંસલ કરેલ છે. આ ઉપરાંત વિભાગ દ્વારા ગ્રામીણ નાગરિકોને શુદ્ધ, નિયમિત અને પૂરતું પાણી પૂરું પાડવા રૂપિયા 15989 કરોડની નવીન જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી હાથ ધરેલ છે. સાથે જ જૂની જૂથ પાણી પુરવઠા યોજનાઓના સુધારણાની કામગીરી હાથ ધરેલ છે. જેથી ગ્રામીણ વસતીને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણીનો જથ્થો મળતો રહશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.