મંગળવારે યોજાયેલી આ બેઠકમાં મંત્રી દ્વારા આયોજન મંડળના મંજૂર થયેલાં વિવિધ વિકાસ કામોની સમીક્ષા થઈ હતી. જેમાં સુરત જિલ્લામાં શિક્ષણ, પોષણ, આરોગ્ય, માર્ગ અને મકાન અને પાણી પુરવઠા સહિતના પાયાના વિકાસલક્ષી કાર્યોમાં સંતુલન જળવાઈ રહે તે પ્રમાણેનું આયોજન કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત પ્રભારી મંત્રી કૌશિક પટેલે સ્થાનિક કક્ષાએ જનપ્રતિનિધિઓના સંકલનમાં રહી કામોની અગત્યતા નક્કી કરી આયોજનમાં સમાવેશ કરવા પર ભાર આપ્યો હતો. ત્યારબાદ મહેસૂલ પ્રધાન અને પ્રભારી મંત્રી કૌશિક પટેલે જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે જિલ્લા વિકાસના અન્ય મોટા પ્રોજેક્ટસની સમીક્ષા કરી હતી. તેમજ ચોક્કસ સમયે ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ કરવાના સૂચનો કર્યા હતા.

આમ, આ કાર્યક્રમમાં જિલ્લા ક્લેક્ટર, જિલ્લા વિકાસ અઘિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યઓ અને સમિતિના સભ્યોની હાજરીમાં વિકાસ કાર્યોની ચર્ચા કરાઈ હતી.