રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓનું પહેલેથી જ મહામંડળ ચાલી રહ્યું છે. સરકારને પણ તે મહામંડળની ગતિવિધિઓ અને તેની કામગીરીને લઇને તમામ પ્રકારની જાણકારી છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સામાન્ય પગારમાં નોકરી કરતા કર્મચારીઓ હાજર રહ્યા હતા. પરંતુ, આ કર્મચારીઓને ક્યાં ખબર છે કે, ભીડનો કહેવાતા આગેવાનો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મધ્યાન ભોજન કર્મચારીઓનું ભલુ કરવા આવેલા આગેવાનો દ્વારા સેક્ટર 20 રંગમંચ ખાતે જાહેરમાં જ એકતામાં ચલાવવાના નામે ઉઘરાણા કરવામાં આવ્યા હતાં.
મધ્યાન ભોજન યોજના કર્મચારી મહાસંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, જે લોકો મધ્યાન ભોજન યોજનાના કર્મચારીઓને પગાર વધારો કરવાની વાત લઈને સંમેલનો કરી રહ્યા છે. તે પોતાની દુકાન ચલાવવા માટે આવ્યા છે. થોડા સમય પહેલાં જ મહેસાણા કોર્ટ દ્વારા પિયુષ વ્યાસને 3.50 લાખના ચેક રિટર્નમાં સજા કરવામાં આવી છે, ત્યારે આ લોકો કેવી રીતે ભલુ કરશે તે જ સમજાતું નથી.