ETV Bharat / state

Heat wave in Gujarat: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તાપમાનને લઈને શું કરી આગાહી જાણો.....

રાજ્યમાં આ વખતે ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. આ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી હતી. એટલે હવે ગરમીમાં તપવા લોકોએ તૈયાર રહેવું પડશે.

Heat wave in Gujarat: ગરમીમાં તપવા થઈ જજો તૈયાર, પારો 47 ડિગ્રી સુધી જવાની શક્યતા

author img

By

Published : Feb 22, 2023, 4:55 PM IST

Updated : Feb 23, 2023, 11:48 AM IST

માર્ચના પ્રથમ સપ્તાહની 40 ડિગ્રી તાપમાન રહેશે

ગાંધીનગરઃ ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ફેબ્રુઆરી મહિનાથી જ મે મહિના જેવી ગરમી પડી રહી છે. ત્યારે ગાંધીનગરના જ્યોતિષ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આ વખતની ગરમી અંગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વખતે ગરમીનો પારો 47 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે. જ્યારે ચોમાસું પણ નબળું હોવાની ભવિષ્યવાણી તેમણે વ્યક્ત કરી હતી. આકરી ગરમીના કારણે ગંગા જમનાના મેદાનો તપી જશે અને રાજસ્થાનમાં 50 ડિગ્રી તાપમાન પહોંચી જશે.

હવામાનમાં ફેરફાર થવાના મોટા એંધાણ
હવામાનમાં ફેરફાર થવાના મોટા એંધાણ

આ પણ વાંચોઃ Gujarat Weather Today : પાછલા 30 વર્ષના ઇતિહાસને પાછળ છોડતી આજની ગરમી

આકરા ઉનાળો કેવી રીતે?: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષનો ઉનાળો આકરો હશે. અફઘાનિસ્તાનમાંથી આવતા વાદળ સમૂહ એટલે કે, પશ્ચિમી હવા નબળી રહેવાના કારણે અને પવનની ગતિના કારણે ઉષ્ણતામાનમાં વધારો જોવા મળી શકે છે. તો મુખ્ય કારણ બંગાળના સમુદ્રનો ભેજ અરબ સાગરનો ભેજ અને પશ્ચિમી હવાના લીધે ગરમી વધી છે, પરંતુ આ ગરમી પશ્ચિમીક્ષેપ હટી ગયો છે. એટલે રાજ્યના અમુક ભાગોમાં અત્યારે ગરમીમાં ઘટાડો થયો છે, પરંતુ 26 ફેબ્રુઆરી પછી પશ્ચિમી વિક્ષેપ આવતા પુનઃ ગરમી શરૂ થશે.

માર્ચના પ્રથમ સપ્તાહની 40 ડિગ્રી તાપમાન રહેશેઃ હવામાન શાસ્ત્રીએ ઉંમેર્યું હતું કે, આ ઉનાળાના પ્રથમ દિવસોમાં મહત્તમ ઉષ્ણતામાનમાં 38થી 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થવાની શક્યતા રહેશે. જ્યારે માર્ચના પ્રથમ સપ્તાહમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે. તેમ જ ધીમે ધીમે 41 ડિગ્રી થવાની શક્યતા રહે છે. એટલે આ વખતે ફેબ્રુઆરીની જેમ માર્ચ માસમાં પણ ગરમીનો આંકડો ઉપર રહેશે.

તાપમાન વધશે, ગુજરાતમાં ગરમ ફૂંકાવવાના એંધાણ

માર્ચ-એપ્રિલમાં કમોસમી વરસાદની આગાહીઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી માસમાં 22 ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો થાય અને પશ્ચિમી વિક્ષેપ આવતા પુનઃ વાદળો છવાય અને રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અનેક ભાગમાં માવઠા જેવી સ્થિતિ ઊભી થશે. 18મી માર્ચ પછી પણ હવામાન પલટાઈ આ વખતે માર્ચ એપ્રિલમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં માર્ચ એપ્રિલમાં કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા રહેશે.

બંગાળના સમુદ્રનો ભેજ અરબ સાગરનો ભેજ અને પશ્ચિમી હવાના લીધે ગરમી વધી

26મી એપ્રિલ પછી ખરી ગરમી જોવા મળશેઃ સાથે જ તેમણે ગરમી અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે, માર્ચના પ્રથમ સપ્તાહમાં તો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. જ્યારે 26મી એપ્રિલ પછી ગરમીમાં વધારો થાય અને આખરી ગરમી રહેશે. મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. ઉપરાંત 11 અને 12 મે બાદ મહત્તમ ગરમી 46 ડિગ્રી થવાની શક્યતા છે. જ્યારે મહત્તમ ઉષ્ણતામાન મુખ્યત્વે ઉત્તર ગુજરાતના ભાગો જેવા કે, વાવ, થરાદ બનાસકાંઠાના ભાગોમાં વધુ રહી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ગરમી વધુ રહી શકે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વધુ ગરમી રહી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં ગરમી જોવા મળી શકે છે. તો આ વખતે ગરમી રેકોર્ડ તોડશે. જ્યારે આ વર્ષે 47 ડિગ્રી તાપમાન નોધાઈ શકે છે.

બપોરે રસ્તાઓ થયા સુમસામ
બપોરે રસ્તાઓ થયા સુમસામ

આ પણ વાંચોઃ Lemon Price: ઉનાળા પહેલાં જ લીંબુના ભાવ આસમાને, જનતાનો છૂટી જશે પસીનો

વર્ષ 2023 -24 ચક્રવાતનું વર્ષઃ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 26મી એપ્રિલ પછી સમુદ્રમાં હલચલ જોવા મળશે. 10 અને 11 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતાઓ રહેશે. તો 24 મે બાદ પણ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે. ઉપરાંત 24 મેથી 5 જૂન વચ્ચે રાજ્યના ભાગોમાં વરસાદ થવાની સાતમી જૂનથી દરિયાના પવનો બદલાય અને વાવાઝોડાની શક્યતા છે. આ વખતે વાવાઝોડા વધુ થશે. તો વર્ષ 2023-24 ચક્રવાતનું વર્ષ ગણાશે. જ્યારે માર્ચની વાત કરીએ તો, 23થી 25 માર્ચમાં પણ દરિયામાં હલચલ જોવા મળે અને પવન ફૂંકાશે. આમ, ગરમીના કારણે ભારે પવન પણ ફૂંકાશે. ઉપરાંત આ વખતની ગરમી જોતા ગુજરાતમાં ચોમાસું અનિયમિત રહેશે, પરંતુ નબળા ચોમાસા વિશે અત્યારથી કંઈ ન શકાય.

Last Updated : Feb 23, 2023, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.