ETV Bharat / state

Memorandum of understanding: ગુજરાત સરકાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રૂ 5.95 લાખ કરોડના MoU થયા - Government of Gujarat and Reliance Industries MOU

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Ltd)દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાત સરકાર સાથે રૂ. 5.95 લાખ કરોડના રોકાણો માટે ગાંધીનગરમાં MoU થયા છે.વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 (Vibrant Gujarat Global Summit-2022) અંતર્ગત રોકાણ પ્રોત્સાહન રૂપે રિલાયન્સ દ્વારા આ MoU કરવામાં આવેલા છે.

Memorandum of understanding: ગુજરાત સરકાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રૂ 5.95 લાખ કરોડના MoU થયા

author img

By

Published : Jan 13, 2022, 6:45 PM IST

Updated : Jan 13, 2022, 6:54 PM IST

ગાંધીનગરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Ltd)દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાત સરકાર સાથે રૂ. 5.95 લાખ કરોડના રોકાણો માટે ગાંધીનગરમાં MoU થયા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel)ઉપસ્થિતીમાં આ MoU પર ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી ડાયરેકટર કોર્પોરેટ અફેર પરિમલ નથવાણીએ હસ્તાક્ષર કર્યા હતા.

રિલાયન્સ દ્વારા આ MoU કરવામાં

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022(Vibrant Gujarat Global Summit-2022) અંતર્ગત રોકાણ પ્રોત્સાહન રૂપે રિલાયન્સ દ્વારા આ MoU(Memorandum of understanding ) કરવામાં આવેલા છે. રાજ્યમાં આવનારા દસકમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ રૂ. 5 લાખ કરોડના આ સૂચિત રોકાણો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ ગ્રીન ઇકોસિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રતિબદ્ધ છે.

અંદાજે 10 લાખ જેટલી રોજગારીની તકોનું સર્જન થશે

રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજન કેપ્ટીવ ઉપયોગની નવી ટેક્નોલોજી તથા ઇનોવેશન અપનાવવા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાય રૂપ બનવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇકોસિસ્ટમ વિકસાવશે. આ સૂચિત પ્રોજેક્ટના પરિણામે રાજ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે 10 લાખ જેટલી રોજગારીની તકોનું સર્જન થશે. આ MoU ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ન્યૂ એનર્જી મેન્યૂફેકચરીંગ-ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યૂફેકચરીંગ માટે 60 હજાર કરોડનું રોકાણ કરશે.

આ પણ વાંચોઃ Invest in Silver ETFs: સોના પછી હવે તમે સિલ્વર ETFમાં પણ કરી શકો છો રોકાણ

કરોડના રોકાણોના પ્રસ્તાવ પણ તેમણે રજૂ કર્યા

આ ન્યૂ એનર્જી મેન્યુફેકચરીંગ અન્વયે સોલાર પી.વી. મોડ્યુલ, ઇલેકટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફયુઅલ સેલ્સ સહિતની ફેસેલીટીઝ સ્થપાશે. એટલું જ નહિ, રિલાયન્સ જિઓ નેટવર્કને 5G માં અપગ્રેડ કરવા આગામી વર્ષોમાં 7500 કરોડ, આવનારા પાંચ વર્ષમાં રિલાયન્સ રિટેઇલમાં રૂ. 3000 કરોડ અને હાલના તથા નવા પ્રોજેક્ટસમાં મળીને રૂ. 25 હજાર કરોડના રોકાણોના પ્રસ્તાવ પણ તેમણે રજૂ કર્યા હતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગ્રીન-કલીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એનર્જી ઉત્પાદનમાં ગુજરાતને અગ્રેસર બનાવવામાં આ સૂચિત પ્રોજેક્ટસ મહત્વપૂર્ણ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ MoU કરતી વખતે મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Uttarayan 2022 Aravalli : અરવલ્લીમાં ઉતરાયણ નિમીતે ધાભા પર ટોળા એકત્ર થવા પર પ્રતિબંધ

Last Updated : Jan 13, 2022, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.