ETV Bharat / state

મહેસાણા કૉંગ્રસમાં ભડકો: મહેસાણાના કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 150 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા - કૉંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

આજે મહેસાણાના કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ (Former President of Mehsana Congress)સહિત 150 જેટલા કાર્યકરો ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે. આ પ્રસંગે ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની ઈચ્છા હતી કે દેશ આઝાદ થાય પછી કૉંગ્રેસનું વિસર્જન થાય તે સ્વપ્ન ભારતીય જનતા પાર્ટી(Bharatiya Janata Party) પૂર્ણ કરી રહી છે.

મહેસાણા કૉંગ્રસમાં ભડકો: મહેસાણાના કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 150 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા

author img

By

Published : Feb 16, 2022, 8:54 PM IST

ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અગાઉ કહ્યું હતું કે, ભાજપમાં કૉંગ્રેસીઓને સ્થાન આપવામાં(Congress workers joined BJP) આવશે નહીં. પરંતુ ફરી વખત તેમના વચન ઠાલા નીવડ્યા છે. આજે મહેસાણાના કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 150 જેટલા કાર્યકરો ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની (BJP general secretary Pradipsinh Vaghela)ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે.

ભાજપમાં જોડાયા

ભાજપ આમંત્રણ આપતું નથી પણ ખેંચી લાવે છે

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil)અને અન્ય ભાજપના હોદ્દેદારો ભલે એમ કહેતા હોય કે ભાજપ અન્ય પાર્ટીના કાર્યકરોને આમંત્રણ આપતું નથી. પરંતુ ખરેખરમાં ભાજપના કાર્યકરોને અન્ય પાર્ટીના મહત્વના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભાજપ સાથે જોડવા માટેની જવાબદારી આપવામાં આવે જ છે.

કૉંગ્રેસનું ડૂબતુ જહાજ

આમ આદમી પાર્ટીમાંથી(Aam Aadmi Party )જેવી રીતે કોર્પોરેટરો અને કાર્યકરો ભાજપમાં જોડાયા. તેવી જ રીતે કૉંગ્રેસમાંથી પણ હવે કાર્યકરો અને પદાધિકારીઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહની કૉંગ્રેસથી નારાજગી પણ હવે જગજાહેર છે. તેઓ જે જિલ્લામાંથી આવે છે તેવા મહેસાણા જિલ્લાના કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજી તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણુભા ઝાલા, બેચરાજી તાલુકાના પંચાયતના પૂર્વ અધ્યક્ષ જશુભાઈ પ્રજાપતિ, બેચરાજી તાલુકાના પંચાયતના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ઈશ્વર રાઠોડ, માંડલ તાલુકાના પૂર્વ અધ્યક્ષ દાનુભા ઝાલા સહિત 150 કૉંગ્રેસી કાર્યકર ભાજપમાં જોડાયા છે.

પ્રદીપસિંહ વાઘેલાના કૉંગ્રેસ પર પ્રહાર

આ પ્રસંગે ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની ઈચ્છા હતી કે દેશ આઝાદ થાય પછી કૉંગ્રેસનું વિસર્જન થાય તે સ્વપ્ન ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરી રહી છે. કૉંગ્રેસ પોતાના કાર્યકરોને સાચવી શકતી નથી, પરંતુ ભાજપ કૉંગ્રેસ કે અન્ય પાર્ટીના કાર્યકરોને આમંત્રણ આપતું નથી. જેઓ કાર્ય કરવા ઈચ્છે છે અને અમારો સંપર્ક કરે છે અમે તેમને આવકારીએ છીએ.

આ પણ વાંચોઃ હું સમય આવે ત્યારે આમ આદમી પાર્ટીને જવાબ આપીશ : કુંદન કોઠીયા

જયરાજસિંહ જોડાશે ભાજપમાં ?

કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પોતાની પાર્ટીથી નારાજ છે. તેમના છેલ્લા બે ટ્વીટ કૉંગ્રેસ વિરોધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પાર્ટી પ્રવક્તા તરીકે તેમને નિવેદન આપ્યું નથી. સુત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર થોડા સમય અગાઉ કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ જયરાજ સિંહના ઘરે મુલાકાત માટે ગયા હતા. પરંતુ જયરાજસિંહ ભાજપમાં જોડાશે કે કેમ ? જયરાજસિંહે ભાજપનો સંપર્ક કર્યો છે કે કેમ ? તે અંગે ભાજપ બોલવા તૈયાર નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે, બહુચરાજીની બેઠક જે કૉંગ્રેસ પાસે છે, તે આગામી ચૂંટણીઓમાં ભાજપ મેળવી લેશે.

અન્ય કોણ જોડાયું ભાજપમાં ?

કૉંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ સચિવ ડૉ.કલ્પેશ વોરા, લોક ગાયક દશરથ સાલવી રવિદાસ યુથ કલબના આગેવાન સંજય ચાવડા પણ ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીમાં મહિલાઓનું સન્માન જળવાતું નથી : કુંદન કોઠીયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.