ETV Bharat / state

ગાંધીનગર ભાજપનો સંયુક્ત મીડિયા વર્કશોપ ભાજપ કાર્યાલય ' કમલમ' ખાતે યોજાયો - ભાજપ કાર્યાલય કમલમ

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને પ્રદેશ નેતૃત્વના સૂચન અને માર્ગદર્શન હેઠળ ઉત્તર ઝોનના મીડિયા કન્વીનર ડો.હેમંત ભટ્ટ અને અમદાવાદ મહાનગરના મીડિયા કન્વીનર ડૉ.અમિત જ્યોતિકરની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગર અને જિલ્લા ભાજપનો સંયુક્ત 'મીડિયા વર્કશોપ' પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયો હતો.

ds
gandhinagar
author img

By

Published : Jan 21, 2021, 7:50 AM IST

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને વિવિધ મુદ્દે છણાવટ

● ભાજપ સંગઠનમાં ફેરફારથી મીડિયા કન્વીનર અને પ્રવક્તા પણ બદલાયા છે

● ડેટા અને માહિતી સંગ્રહ ઉપર ભાર

ગાંધીનગરઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને પ્રદેશ નેતૃત્વના સૂચન અને માર્ગદર્શન હેઠળ ઉત્તર ઝોનના મીડિયા કન્વીનર ડો.હેમંત ભટ્ટ અને અમદાવાદ મહાનગરના મીડિયા કન્વીનર ડૉ.અમિત જ્યોતિકરની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગર અને જિલ્લા ભાજપનો સંયુક્ત 'મીડિયા વર્કશોપ' પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયો હતો.

સરકારી યોજનાનો ડેટા સંગ્રહ કરવા તાકીદ

ઉત્તર ઝોનના મીડિયા કન્વીનર ડૉ. હેમંત ભટ્ટે સ્થાનિક સ્તરે વોર્ડ/ મંડલમાં ભાજપના શાસનમાં થયેલા વિવિધ વિકાસકાર્યો તેમજ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના સમયમાં અમલી બનાવાયેલી અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને લાભાર્થીઓની 'ડેટા બેંક' બનાવવા પાર ભાર મુકતા જણાવ્યું હતું કે, આજની રાજનીતિમાં 'ડેટા બેંક' અત્યંત મહત્વનું પાસું છે. ભાજપની સરકારની અને સંગઠનની પ્રજાલક્ષી કામગીરીની સચોટ માહિતી મીડિયાના માધ્યમથી જન જન સુધી પહોંચતી કરવી એ માટે મીડિયા વિભાગે સતત કાર્યશીલ રહેવાનું છે.

dsd
ગાંધીનગર ભાજપનો સંયુક્ત મીડિયા વર્કશોપ ભાજપ કાર્યાલય ' કમલમ' ખાતે યોજાયો
● ચૂંટણીના ચોરામાં ભાજપ કાર્યકરોને આગળ રહેવા અપીલઆ ઉપરાંત હેમંત ભટ્ટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને યોજાતા ચૂંટણીના ચોરા જેવા કાર્યક્રમમાં મજબૂતી સાથે ભાજપાનો પક્ષ રજૂ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.● માહિતી એકત્રીકરણ ચૂંટણી માટે ખૂબ જરૂરીમીડિયા વિભાગનું કાર્ય ડિબેટમાં ભાગ લઈને ભાજપાના પક્ષને રજૂ કરવાની સાથે સાથે પડદા પાછળ રહીને ભાજપાને વધુ મજબૂતી પ્રદાન કરવાનું છે. કોઈપણ ચૂંટણી વિચારધારા, વાતાવરણ અને વ્યવસ્થાથી જીતાય છે. ત્યારે આગામી ચૂંટણીઓમાં ભાજપની સંગઠનાત્મક વ્યવસ્થાને વધુ મજબૂત કરવા કાર્યકરોને સોંપાયેલી જવાબદારી સુપેરે નિભાવવી. માહિતી એકત્રિત કરતા રહેવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.