ગાંધીનગર: આ ઉપરાંત અન્ય વિભાગમાંથી પણ મહિલાઓ ફોરેસ્ટ વિભાગમાં કામ કરવા માટે ઉત્સુક હોવાનું ગુજરાત ફોરેસ્ટ વિભાગના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટન ફોરેસ્ટ ઓફિસરના વડા દિનેશકુમાર શર્માએ જણાવ્યું હતું.
શર્માએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં કુલ 5302 સંખ્યા જગ્યા ભરેલ છે. જેમાં 994 જેટલી મહિલાઓ કાર્યરત છે. જ્યારે ફિલ્ડ લેવલની વાત કરવામાં આવે તો કિલડમાં કુલ 2661 જેટલી જગ્યા છે. જેમાં 649 જેટલી મહિલાઓ ફિલ્ડમાં પોતાની ફરજ બજાવે છે, એટલે કે રોજ 649 જેટલી મહિલાઓ રાજ્યના જંગલ વિસ્તારોમાં, અને સેંચ્યુરીમાં પોતાના જીવન જોખમે ફરજ નિભાવે છે. આ ઉપરાંત ચીફ કન્ઝર્વેટન ફોરેસ્ટ ઓફિસર તરીકે 1 અને કન્ઝર્વેટર ઓફીસર તરીકે 1 અને 7 મહિલાઓ ડીસીએફ તરીકે ફરજ બજાવે છે. જ્યારે ACF તરીકે 13 અને RFO તરીકે 34 જેટલી મહિલાઓ ગુજરાત વન વિભાગમાં કાર્યરત છે.
આમ ગુજરાતમાં 25 ટકા જેટલી મહિલાઓ વન વિભાગમાં કામ કરે છે. જ્યારે સરકારી ભરતી બહાર પાડવામાં આવે ત્યારે અન્ય વિભાગની મહિલાઓ દ્વારા પણ વનવિભાગમાં કામ કરવા માટે ઉત્સુક હોય છે. આમ વન વિભાગમાં મહિલાઓને પુરુષોના સમાન ગણવામાં આવે છે.