ETV Bharat / state

MA scheme : મા યોજના હેઠળના દાવાઓની ચૂકવણીમાં ગુજરાત નંબર વન આવ્યું, પાડોશી રાજ્યોના નાગરિકો પણ ગુજરાતમાં સારવાર કરાવે છે

author img

By

Published : Apr 13, 2023, 7:42 PM IST

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઓમાં મા યોજના હેઠળ દાવા ચૂકવણીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં રુપિયા 7300 કરોડથી વધુ રકમના દાવા નોંધાયાં હતાં. આ દાવા નોંધણીઓમાંથી છેલ્લા 4 માસમાં 778.47 કરોડના દાવાઓની ચૂકવણી કરી દેવામાં આવી છે.

MA scheme :  મા યોજના હેઠળના દાવાઓની ચૂકવણીમાં ગુજરાત નંબર વન આવ્યું, પાડોશી રાજ્યોના નાગરિકો પણ ગુજરાતમાં સારવાર કરાવે છે
MA scheme : મા યોજના હેઠળના દાવાઓની ચૂકવણીમાં ગુજરાત નંબર વન આવ્યું, પાડોશી રાજ્યોના નાગરિકો પણ ગુજરાતમાં સારવાર કરાવે છે

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં શરૂ થયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના અને રાજ્ય સરકારની મા યોજનાનું સંકલન કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અમલી બનાવવામાં આવી છે. આ પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત નોંધાયેલ દાવા ચૂકવણી એટલે કે ક્લેમની રકમ બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 36 લાખથી વધુ રકમના દાવા મંજૂર કરવામાં આવ્યા છે.

7374 કરોડના દાવા નોંધવામાં આવ્યાં : ગુજરાત સરકાર દ્વારા 7374 કરોડની રકમના દાવા અત્યારસુધીમાં નોંધવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારના આવતીકાલે 14 એપ્રિલે 4 મહિના પૂર્ણ થશે. આ 4 મહિનામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના હેઠળ રાજ્યમાં રૂ. 778.47 કરોડ રુપિયાના દાવાઓની ચૂકવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો હવે 5 નહીં 10 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે ફ્રીમાં, સરકારે વધારી આયુષ્માન કાર્ડની મર્યાદા

2765 હોસ્પિટલ્સ આવરી લેવાઇ : આ અંગે આરોગ્ય વિભાગમાંથી મળતી વધુ માહિતી જોઇએ તો રાજ્યમાં 1.80 કરોડ આયુષ્માન કાર્ડધારકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમાંકે છે. રાજ્યમાં 1 કરોડ 80 લાખ 26 હજાર 555 લાભાર્થીઓને આયુષ્માનકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં 2765 હોસ્પિટલ્સને પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. જેમાં 756 ખાનગી અને 1991 સરકારી હોસ્પિટલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારના પ્રથમ 115 દિવસમાં ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે.

778.47 કરોડના દાવાઓની ચૂકવણી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારથી જ તેમણે ગ્રામ્ય આરોગ્ય સુવિધા અને શહેરી આરોગ્ય સેવાઓને સુદ્રઢ અને નવીનીકરણના પ્રયત્ન શરુ કર્યાં હતાં. જેને અનુગામી ભાજપ સરકારો દ્વારા સતત આગળ ધપાવવામાં આવી રહી છે. જે હેઠળ સીએમ ભૂપેન્દ્ર પટેલની 2.0ની નવી સરકાર પણ સુપેરે આગળ ધપાવવા કાર્યરત છે. જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઓમાં મા યોજના હેઠળ દાવા ચૂકવણીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં રુપિયા 7300 કરોડથી વધુ રકમના દાવા નોંધાયાં હતાં. આ દાવા નોંધણીઓમાંથી છેલ્લા 4 માસમાં 778.47 કરોડના દાવાઓની ચૂકવણી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો Blood Disease Awareness : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા સરકારનો આ રોગ દૂર કરવા પર જોર

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કર્યાં વખાણ : આ વિગતો આપતાં ગુજરાતના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના પડોશી રાજ્ય ઉપરાંત દેશના ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ખૂણાના રાજ્યોમાંથી પણ દર્દીઓ આયુષ્માન કાર્ડ હેઠળ ગુજરાતમાં આવીને સારવાર મેળવી રહ્યાં છે. PMJAY-મા યોજના હેઠળ વીમાની રકમ 5 લાખ રુપિયાથી વધારીને 10 લાખ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કરેલો છે. ત્યારે કિડની, કેન્સર, હ્રદયરોગ સહિતની લગભગ 2711 જેટલા રોગની તેમ જ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સારવાર પણ આયુષ્માન કાર્ડધારકોને આપવામાં આવે છે. જેના પરિણામે અત્યંત ખર્ચાળ, ગંભીર કે જટીલ પ્રકારની, અંગોના પ્રત્યોરાપણ જેવી સર્જરીઓ પણ કુટુંબદીઠ સુપેરે આ કાર્ડ હેઠળ નિ:શુલ્ક ઉપલબ્ધ થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.