ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે ત્યારે આજે ભાજપ પ્રદેશે અધ્યક્ષ સી.આર પટેલ અને ભાજપના પ્રભારી રત્નાકરજીની આગેવાનીમાં 26 લોકસભા બેઠકના 26 રથને આજે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મહત્વની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 9 વર્ષમાં કરેલી તમામ કામગીરીની બાબતો લોકોની વચ્ચે જઈને પ્રચાર પ્રસાર કરવામાં આવશે. આ તમામ આયોજન ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે બક્ષીપંચ સમાજ માટે ભાજપ સરકારે કરેલા કામગીરીનો પ્રચાર આ રથ મારફતે કરવામાં આવશે.
7 દિવસ રથનું પરિભ્રમણ: ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે કરેલા કામગીરી બાબતના રિપોર્ટ લોકો સમક્ષ મૂકીને જાન સંપર્ક વધુ મજબૂત કરવામાં આવશે. આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે 26 લોકસભાના રથનો પ્રારંભ કરાવ્યો છે. 24 જૂનથી સાત દિવસ સુધી 26 લોકસભાની તમામ 182 વિધાનસભા મત વિસ્તારમાં લોકસભા નો રથ ફરશે. ભારતમાં સરકારની વિવિધ યોજનાના ટેમ્પ્લેટ પણ રાખવામાં આવ્યા છે.
મિસ્કોલથી સમર્થન અભિયાન: બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયકે વધુમાં જણાવ્યું હતું કે આદત સાત દિવસમાં 26 લોકસભાની 182 વિધાનસભા વિસ્તારોમાં ફરશે ત્યારે આ રથની અંદર કેન્દ્ર સરકારને સમર્થન આપવા માટે મિસ કોલ અભિયાન પણ શરૂ કરવામાં આવશે. મિસકોલ આપીને મોદી સરકારના સમર્થન તથા જો કોઈ વ્યક્તિ અથવા તો નાગરિક લેખિતમાં સમર્થન આપવા માંગે છે તો તેવા નાગરિકો માટે તમામ રથમાં ખાસ પોસ્ટ કાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
5 લાખ માર્જિનથી તમામ બેઠકો જીતીશું: 22 જૂનના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે 9 વર્ષની ઉજવણી અંતર્ગત રાજકોટ ખાતે જંગી સભા યોજી હતી તેમાં સીઆર પાર્ટીને સ્પષ્ટપણે નિવેદન આપ્યું હતું કે ગુજરાત લોકસભાની તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો સંકલ્પ કરીને ફરી એક વખત મોદી સરકાર બનાવીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યોનો હિસાબ જનતા સુધી આપવા ધારાસભ્યો સાંસદો સંગઠનના આગેવાનોને જવાબદારી સોંપી છે પરંતુ કોઈ કોંગ્રેસી નેતાએ તેમના વડાપ્રધાનના કામનો હિસાબ આપ્યો ન હોવાનો નિવેદન પણ સી.આર. પાટીલે આપ્યું હતું.