- લોકડાઉનમાં થશે વધારો, સોશિયલ મીડિયા પર સમાચાર વહેતા થયા
- રાજ્ય સરકારે જાહેર કર્યું ગુજરાતમાં લોકડાઉન નહીં થાય
- લોકડાઉનમાં થશે વધારોના સમાચાર સાંભળતા રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે શનિવારના રોજ સોશિયલ મીડિયામાં એક સમાચાર વહેતા થયા હતા. ગુજરાત સરકાર ફરીથી રાજ્યમાં લોકડાઉન કરવામાં આવશે ત્યારે આ સમાચાર વહેતા થયાની સાથે જ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે, હવે ગુજરાતમાં લોકડાઉન નહીં થાય.
સોશિયલ મીડિયા પર સમાચાર વાઇરલ થવાની સાથે જ રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે, રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવા સમાચારમાં કોઈ જ તથ્ય નથી જ્યારે લોકડાઉનની તૈયારી રૂપે મુખ્ય સચિવ અનિલ મૂકીમે જણાવ્યું હતું કે, કોઈ જ વીડિયો કોન્ફ્રન્સ આ વિષય પર કલેક્ટર્સ સાથે યોજી નથી સાથે જ રાજ્યના તમામ કલેક્ટર્સ પાસેથી લોકડાઉન બાબતના કોઈ જ પ્રકારના અભિપ્રાય પણ લેવામાં આવ્યા નથી એટલે રાજ્યમાં લોકડાઉન ફરી લાગુ કરવામાં આવશે નહીં.