ETV Bharat / state

રાજ્યની કોલવડામાં આવેલી મોડલ આયુર્વેદિક હોસ્પિટલમાં દીપડો ઘૂસ્યો

author img

By

Published : Apr 16, 2020, 10:46 AM IST

Updated : Apr 16, 2020, 11:36 AM IST

ગાંધીનગર શહેરની પાસે કોલવડા ગામમાં રાજ્યની પ્રથમ આયુર્વેદિક હોસ્પિટલ બનાવવામાં આવી છે. એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો ત્યારે આયુર્વેદિક હોસ્પિટલમાં દીપડો ઘુસી જતા અફરાતફરી મચી ગઇ છે. જેને લઇને વનવિભાગની ટીમ પણ હોસ્પિટલમાં પહોંચી ગઈ છે.

Ayurvedic Hospita
Ayurvedic Hospita

ગાંધીનગરઃ શહેરની પાસે આવેલા કોલવડા ગામમાં રાજ્યની પ્રથમ આયુર્વેદિક હોસ્પિટલ બનાવવામાં આવી છે. એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો ત્યારે આયુર્વેદિક હોસ્પિટલમાં દીપડો ઘુસી જતા અફરાતફરી મચી ગઇ છે. જેને લઇને વનવિભાગની ટીમ પણ હોસ્પિટલમાં પહોંચી ગઈ છે.

રાજ્યની કોલવડામાં આવેલી મોડલ આયુર્વેદિક હોસ્પિટલમાં દીપડો ઘૂસ્યો

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ત્રણ દીપડા પકડવામાં આવ્યા છે. આ તમામ દીપડા સાબરમતીના વિસ્તારમાંથી પકડાયા હતા પરંતુ હવે દીપડાઓ એ નવો વિસ્તાર પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

ગાંધીનગર પાસે આવેલા કોલવડા ગામની સીમમાં રાજ્યની પ્રથમ આયુર્વેદિક મોડલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જે આજે રાત્રે દીપડો ઘુસી ગયો હતો. દીપડો ઘુસી જવાના સમાચાર આરોગ્ય વિભાગને કરવામાં આવતાં તાબડતોડ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને દીપડાને પકડવા માટેનો સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.

ગાંધીનગર જિલ્લામાં દીપડાઓ વસવાટ સાબરમતી નદીના કિનારા ઉપર જોવા મળતો હતો પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે સમગ્ર ગાંધીનગર દીપડાઓની ચુંગાલમાં આવી રહ્યું હોય કારણ કે જે રાજ્યની પ્રથમ મોડલ આયુર્વેદિક હોસ્પિટલ કોલવડા ગામ માં બનાવવામાં આવી છે તે વિસ્તાર સંપૂર્ણ નવો છે ત્યારે આ દિપડો કયા રસ્તેથી આવ્યો એક મોટી બાબત છે.

હાલ આ બનાવને લઇને ગાંધીનગર જિલ્લાનું વનવિભાગ દીપડાને પકડવા માટે પહોંચી ગયું છે. બીજી તરફ કોલવડા ગામમાં કોરોના વાઈરસના કહેર વચ્ચે દીપડો દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

Last Updated : Apr 16, 2020, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.