ETV Bharat / state

Gujarat Budget 2022 : ગુજરાતમાં શરુ થશે નવી મેડિકલ કોલેજો - ગુજરાત બજેટ 2022માં આરોગ્ય

ગુજરાત બજેટ 2022 - 23 નાણાંપ્રધાને વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું છે. બજેટમાં (Gujarat Budget 2022) આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે મહત્વની 12,240 કરોડની જોગવાઈઓ (Health in Gujarat Budget 2022 ) કરી છે. તેના પર એક નજર કરીએ.

Gujarat Budget 2022 :  આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રની શું મળ્યું જાણો

author img

By

Published : Mar 3, 2022, 2:54 PM IST

Updated : Mar 3, 2022, 5:17 PM IST

ગાંધીનગર રાજ્યના વિકાસની કરોડરજ્જૂ એવા બજેટને લઇને વિધાનસભા ગૃહમાં નાણાંપ્રધાને બજેટ 2022- 23 રજૂ (Gujarat Budget 2022) કરી દીધું છે. બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રને લઇને સરકારે કેટલીક મહત્વની જોગવાઇઓ (Health in Gujarat Budget 2022) નીચે મુજબ છે.

કિશોરીઓ તેમજ મહિલાઓને લઈને જોગવાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 12,240 કરોડની જોગવાઈ કરી છે. કિશોરીઓ તેમજ મહિલાઓને માસિક ધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરી પેડ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા 45 કરોડની જોગવાઈ ફાળવવામાં આવી છે. કિશોરીમાં આર્યન તત્વોની ઉણપના કારણે એનિમિયાનું પ્રમાણ જોવા મળે છે. તેમજ સમયસર માતૃત્વ ધારણ કરનાર આ કિશોરીમાં હીમોગ્લોબિનનું મોનિટરિંગ કરવા તેમજ આચાર્ય તત્વોની ઉણપ દૂર કરવા માટે પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

બાળકોને પોષણ માટે બાલ અમૃતમ યોજના હેઠળ 20 કરોડની જોગવાઈ

નવજાત શિશુ અને માતાને ઘર સુધી પહોંચાડવા માટે નવા 90 કિલકિલાટ વાહનો ઉપલબ્ધ કરાવવા પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ સહાય આપવા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ 150 કરોડની જોગવાઈ ફાળવવામાં આવી છે. શહેરી ક્ષેત્રોમાં સિદ્ધિ અને પછી શરૂ કરવામાં તેમજ વિસ્તારના આયોજન મુજબ બાકી રહેતી તમામ સી.પી.એફ શરૂ કરવા માટે વધુ 1238 કર્મચારીઓની જગ્યાઓ ઊભી કરવામાં આવશે. તે માટે 16 કરોડની જોગવાઈ ફાળવવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022 UPDATE: નાણા પ્રધાનની જાહેરાત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 12,240 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી અમૃત મા યોજના હેઠળ 1556 કરોડની જોગવાઈ

આરોગ્ય કેન્દ્રની માળખાકીય સગવડોના વિકાસ માટે 629 કરોડની (Health and Family Welfare in Gujarat Budget) જોગવાઈ કરવામાં આવી છે. તેમજ સિંગરવા, અમદાવાદ અને ડીસા, બનાસકાંઠાની પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલના અપડેટ કરી જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે 30 કરોડનું આયોજન પૈકી 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Budget Session 2022: આજે વિધાનસભા સત્ર પહેલા યોજાશે કેબિનેટ બેઠક, નવા પ્રોજેકટ પર થશે ચર્ચા

વિવિઘ શહેરમાં હોસ્પિટલ બનાવવામાં આવશે

વાપીમાં 100 નવી હોસ્પિટલ બનાવવામાં આવશે. ઊંઝા પેટા જિલ્લા હોસ્પિટલના અપડેટ કરીને સૉનેટની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. રાજ્યમાં એમ્બ્યુલન્સ સેવાનો વ્યાપ વધારવાનો નવી એમ્બ્યુલન્સ વાન અને 10 મોબાઇલ સંજીવની માટે 22 કરોડની જોગવાઈ ફાળવવામાં આવી છે. ટેલિમેડીસીન સ્ટેશન અંતર્ગત 60 વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા ટેસ્ટ સેમ્પલ કલેક્શન યોજના માટે પાંચ કરોડની જોગવાઈ ફાળવવામાં આવ્યા છે. દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે મોટરસાયકલ આધારિત 50 મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ કરવા માટે બે કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Last Updated : Mar 3, 2022, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.