ગાંધીનગર : રાજ્યમાં રવિ પાકની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન (Registration for Ravi Pak) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે 28 ફેબ્રુઆરીએ રજિસ્ટ્રેશનનો અંતિમ દિવસે 1 માર્ચના દિવસે ટેકાના ભાવથી ચણા, અડદ જેવા રવિ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ત્યારે ખરીદી પહેલા ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના કૃષિ પ્રધાન અને અન્ન નાગરિક પુરવઠા પ્રધાન સાથે બેઠક યોજીને (Kisan Sangh a Meeting the Government) ટેકાના વધારાના ભાવથી ખરીદી કરવાની ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ખેડૂત ચોપાલ: મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પ્રતિક્રિયા
8 ટકાનો વધારાની કરાઈ માંગ
ભારતીય કિસાન સંઘના (Bhartiya Kisan Sangh) મહા પ્રધાન આર.કે પટેલે જણાવ્યું કે, હવે ટૂંક સમયમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ રહી છે. ત્યારે 8 ટકાના ભાવવધારાની (Purchase at Support Price in Gujarat) માંગ કરવામાં આવી છે. જ્યારે ચણાની ખરીદીમાં પણ વધુ અને ઓછામાં ઓછી 125 માં ખરીદી રાજ્ય સરકાર કરે તેવી પણ માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ચણાનો પાક ખૂબ જ થયો છે, ત્યારે વધુ ખરીદીની માંગ કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે.
પાક | જુનો ભાવ | નવો ભાવ |
ડાંગર | 1950 | 2550 |
બાજરી | 2900 | 3050 |
જુવાર | 4555 | 5000 |
મકાઈ | 3470 | 4200 |
તુવેર | 7000 | 7500 |
મગ | 8700 | 8750 |
અડદ | 8700 | 8700 |
મગફળી | 6400 | 7000 |
તલ | 8700 | 9600 |
કપાસ | 7750 | 8250 |
નવા ભાવની રજૂઆત કરાઇ
કિસાન સંઘના (Indian Farmers Union) મહા પ્રધાન આર.કે પટેલે જણાવ્યું હતું કે, નવા ભાવની રજૂઆત અત્યારે સરકારને કરાય છે. કેન્દ્ર સરકાર કરશે ત્યાર બાદ અંતિમ સમયે ભાવ નક્કી કરવામાં આવશે. તેમજ નવા ભાવથી ખરીદી થાય તેવી પણ માંગ કિસાન સંઘ (Demand of Kisan Sangh) દ્વારા કરવામાં આવી છે. જેથી ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે અને નાના ખેડૂતોને પણ પોતાના પ્રમાણમાં આવક થઈ શકે.
આ પણ વાંચોઃ મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે રાજકોટના ખેડૂતોએ જણાવી પોતાની સમસ્યા