ETV Bharat / state

Gandhinagar News : CMના CMOમાંથી પંડ્યાએ રાજીનામું આપવા પાછળનું કારણ કહ્યું... - Name of Amit Pandya in Kiran Patel case

મહાઠગ કિરણ પટેલના કેસમાં ભાજપ નેતા અમિત પંડ્યા સાથેના સંબંધો સામે આવતા ચર્ચા ચગડોળે ચડી હતી. ત્યારબાદ અમિત પંડ્યાના પિતા હિતેશ પંડ્યાએ CMOના APRO રાજીનામું આપી દીધું હતું. ત્યારે આ રાજીનામાને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. જેને લઈને હિતેશ પંડ્યાએ સમગ્ર બાબતને લઈને વિગતવાર ખુલાસા કર્યા છે.

Gandhinagar News : CMના CMOમાંથી પંડ્યાએ રાજીનામું આપવા પાછળનું કારણ કહ્યું...

author img

By

Published : Mar 27, 2023, 11:33 AM IST

કિરણ પટેલ કેસ મામલે CMO માંથી હિતેશ પંડ્યાનું રાજીનામા પાછળનું કારણ

ગાંધીનગર : ગુજરાતના મહાઠગ કિરણ પટેલ કાશ્મીરમાં PMO ઓફીસના અધિકારીના ખોટા વીઝીટીંગ કાર્ડ બનાવીને કાશ્મીરમાં ઝેડ પલ્સ સુરક્ષા સાથે ફરતો હતો. જેમાં જમ્મુ કાશ્મીરે કિરણ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અમદાવાદ અને બરોડામાં પણ કિરણ પટેલ વિરુદ્ધ પોલીસ કેસ પણ નોંધાયા છે. આ સમય દરમિયાન ભાજપના સોશિયલ મીડિયાના નેતા અમિત પંડ્યા સાથેના સંબંધો સામે આવ્યા છે. જેમાં અમિત પંડ્યાના પિતા હિતેશ પંડ્યા કે જેવું CMOમાં APRO તરીકે ફરજ બજાવતા હતા. તેઓ 24 માર્ચના રોજ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ETV Bharat સાથે હિતેશ પંડ્યાએ ખાસ વાતચીત કરીને નિર્દોષ હોવાની વાત કરી હતી.

શા માટે આપ્યું રાજીનામું : 24 માર્ચના રોજ રાજ્યના અધિક જનસંપર્ક અધિકારી તરીકે હિતેશ પંડ્યાએ રાજીનામું આપ્યું છે, ત્યારે ETV Bharatને જણાવ્યું હતું કે, મને અહીંયા સુધી નરેન્દ્ર મોદી ચલાવ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી કિરણ પટેલના કેસમાં CMOના PRO તરીકે મારું નામ પૂછ્યું હતું. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની છબી ન ખડાય તેમનું નામ બદનામ ન થાય તેને ધ્યાનમાં લઈને જ મેં સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે, જ્યારે પહેલા પણ મે મુખ્યપ્રધાન નું ધ્યાન દોર્યું હતું ત્યારબાદ મેં તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દીધું છે.

અમિત પંડ્યા અને કિરણ પટેલ વચ્ચે સંબંધ : હિતેશ પંડ્યાએ કિરણ પટેલ અને તેમના પુત્ર અમિત પંડ્યા વિશેના સંબંધો વિશેનો વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2004 - 2005ની વચ્ચે અમિત અને કિરણ બંને એક જ આઈટી કંપનીમાં અમદાવાદમાં નોકરી કરતા હતા. ત્યાંથી ન જ તેઓની મિત્રતાની શરૂઆત થઈ હતી, જ્યારે બિઝનેસમાં તેઓ કોઈપણ પ્રકારના પાર્ટનર હોવાની વાત પણ હિતેશ પંડ્યા એ કહી હતી. આમ, અમિત પંડ્યા અને કિરણ પટેલ ગાઢ મિત્ર નહીં પરંતુ મિત્ર તરીકે હતા.

આ પણ વાંચો : Fake PMO Officer: ઠગ કિરણ પટેલે બોલવાની છટાથી અરવલ્લીના ખેડૂતોને ફસાવ્યા, 1.25 કરોડની છેતરપિંડી

અમિત પંડ્યા હાલમાં કાશ્મીરમાં : અમિત પંડ્યા હાલમાં ક્યાં છે તે બાબતના પ્રશ્નોમાં હિતેશ પંડ્યા વાતચીત કરી હતી કે, હાલમાં અમિત પંડ્યા કાશ્મીરમાં છે અને પોલીસને મદદ કરી રહ્યા છે, જ્યારે ત્રણ દિવસ પહેલા પણ અમિત પંડ્યા સાથે વાત થઈ હતી અને તેઓ કાશ્મીરમાં છે. હાલમાં અમિતની કોઈપણ પ્રકારની ધરપકડ પણ નથી થઈ અને મને વિશ્વાસ છે કે અમિત એકદમ નિર્દોષ છે. ટૂંક સમયમાં જ અમદાવાદ ગાંધીનગર પરત ફરશે.

આ પણ વાંચો : Kiran Patel Case : કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવવા આવેલા મકાન માલિક ફરિયાદ કર્યા વિના જ મુંબઈ પરત ફર્યા

અમિત પંડ્યાએ ભાજપમાંથી કાઢ્યા ?: થોડા દિવસ પહેલા અમિત પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હોવાના અહેવાલો બેઠા થયા હતા. આ બાબતે હિતેશ પંડ્યા ETV Bharat વાતચીતમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં સોશિયલ મીડિયામાં ભાજપ પક્ષે કર્યું હતું. તેમાંથી તેને જાન્યુઆરી માસમાં જ દૂર કરવામાં આવ્યો છે, જ્યારે આ કિરણ પટેલની ઘટના સામે આવ્યા બાદ કોઈ પ્રકારની તેમને ભાજપમાંથી કાઢ્યા નથી. આ નિર્ણય તો વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જાન્યુઆરી માસમાં લેવાયેલો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.