ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2019 સાથે ફીટ ઇન્ડિયા મોમેન્ટ અંતર્ગત ગુજરાત મોમેન્ટ કરવામાં આવશે. જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવશે. આ સમારોહનું ઉદ્ઘાટન કેન્દ્રીય રમત-ગમત રાજ્યપ્રધાન કિરણ રિજ્જુના હસ્તે 8મી સપ્ટેમ્બરેના રોજ અમદાવાદમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના યુવા વર્ગમાં રમતગમત ક્ષેત્રે અભિરૂચી વધે તે હેતુથી રમશે ગુજરાત, જીતશે ગુજરાતના મંત્ર સાથે વર્ષ-2010માં તાત્કાલિન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરાઈ હતી.
આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે રમતગમત પ્રધાન ઇશ્વરસિંહ પટેલ અને સંસ્કાર ધામના ચેરમેન ડૉ. આર. કે. શાહ હાજર રહેશે. તેમજ રમતગમત ક્ષેત્રના આમંત્રિત મહેમાનોમાં ચીફ નેશનલ બેડમિન્ટન કોચ ગોપીચંદજી, ઓલમ્પિક બોકસર એમ. સી. મેરીકોમ અને ઇન્ડિયન ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ ઉપસ્થિત રહેશે.