ETV Bharat / state

વડાપ્રધાન મોદીએ કેશુબાપાને અર્પી શ્રદ્ધાંજલિ, પરિવારને આપી સાંત્વના - કેશુભાઈ પટેલના અસ્થિ વિસર્જન

ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું 29 ઓકટોબરના દિવસે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે અવસાન થયું હતું. ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસસ્થાન પહોંચીને કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી અંતિમ સમયે શુ થયું તે અંગે પરિવારજનો સાથે વાતચીત કરી હતી.

sangam
ભાજપ
author img

By

Published : Oct 30, 2020, 2:09 PM IST

  • પીએમ મોદીએ પૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપાને આપી શ્રદ્ધાંજલિ
  • 10 મિનિટ સુધી રોકાયા પીએમ મોદી
  • પીએમ મોદીએ પરિવારજનો સાથે કરી ચર્ચા
  • અંતિમ સમયે શું થયું તે અંગે મેળવી જાણકારી

ગાંધીનગર: ભાજપ પક્ષના પ્રથમ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું 29 ઓકટોબરના દિવસે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે અવસાન થયું હતું. ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસસ્થાન પહોંચીને કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે અંતિમ સમયે શું થયું અને કેવી રીતે કેશુભાઈ પટેલની તબિયત વધારે ખરાબ થઈ તે અંગેની પણ માહિતી પરિવારજનો પાસેથી લીધી હતી. પીએમ મોદી કેશુભાઈ પટેલના નિવાસસ્થાને 10 થી 12 મિનીટ સુધી રોકાયા હતા.

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે કેશુભાઈ પટેલના અસ્થિ વિસર્જન કરવામાં આવશે, મોદીએ અંતિમ સમયે શુ થયું તે અંગે કરી પૂછપરછ
પરિવારની જેમ અમારી જોડે પીએમ મોદી બેઠા : સોનલ દેસાઈ

પીએમ મોદીની મુલાકાત બાદ કેશુબાપાના પુત્રી સોનલ દેસાઈએ જણાવ્યું હતું કે, પીએમ મોદી આજે શ્રદ્ધાંજલિ માટે ગાંધીનગર આવ્યા હતા. તેઓ અમારી સાથે બેઠા હતા અને પરિવારની જેમ જ તેઓએ અમારી સાથે ચર્ચા કરી હતી. જ્યારે પિતાજીને અંતિમ સમયે કેવી પરિસ્થિતિ હતી શું થયું હતું તે અંગેની પણ ચર્ચાઓ પીએમ મોદીએ અમારી સાથે અને પરિવારના અન્ય લોકો સાથે ચર્ચા કરી હતી.

કેશુબાપાના અસ્થિ સોમનાથમાં વિસર્જન કરાશે

પરિવારજનો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેશુબાપાના અસ્થિ સોમનાથના દરિયા પાસે આવેલ ત્રિવેણી સંગમ ખાતે વિસર્જન કરવામાં આવશે. ક્યારે કરવામાં આવશે તે હજી સત્તાવાર બહાર નથી પડ્યું. પરંતુ સોમનાથના ત્રિવેણી સંગમ કે, જ્યાં સરસ્વતી, હિરેણ અને કપિલા નદીનું સંગમ સ્થળ છે, ત્યાં જ કેશુબાપાના અસ્થિ વિસર્જન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેશુબાપા સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ હતા. ત્યારે વિધિ પ્રમાણે તેમના અસ્થિ ત્રિવેણી સંગમમાં વિસર્જન કરવામાં આવશે.

પીએમ મોદીએ બહાર આવીને નમસ્કાર કર્યા

કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદી નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના નિવાસ સ્થાને જઈને તેઓને શ્રદ્ધાંજલિ આપવા જતા હતા. તે દરમિયાન કેશુભાઈ પટેલના નિવાસ્થાનેથી તેઓ ચાલતા ચાલતા બહાર નીકળ્યા હતા અને નમસ્કારની મુદ્રામાં તેઓ મીડિયા સમક્ષ આવ્યા હતા. ત્યારબાદ કેશુભાઈ પટેલના ઘરેથી તેઓ નરેશ અને મહેશ કનોડિયાના નિવાસ્થાને ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.