રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 11 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે કરુણા અભિયાન 2020નો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ખાસ કરીને અમદાવાદ રાજકોટ સુરત અને બરોડા શહેરમાં ઉતરાયણ સૌથી વધુ ઉજવવામાં આવે છે. ત્યારે જો ફક્ત અમદાવાદની જ વાત કરવામાં આવે તો રાજ્ય પ્રધાન ગણપતસિંહ વસાવાએ અમદાવાદ વિશેની વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમદાવાદમાં ઉતરાણના નિમિત્તે 10 જાન્યુઆરીથી કરુણા અભિયાન 2020નો પ્રારંભ થશે. જેમાં 51 જેટલી બિનસરકારી સંસ્થા પક્ષી બચાવ કામગીરીમાં જોડાશે."
આ કામગીરીમાં 21 જેટલા સ્વયંસેવકો ખડે પગે હાજર રહેશે. સાથે જ શહેરમાં કુલ 89 જેટલા રિસ્પોન્સ સેન્ટર અને દસ મુખ્ય સારવાર કેન્દ્રો તથા અન્ય સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે પણ આ જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સતત બીજા વર્ષે પણ કરુણા અભિયાનનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.