ગાંધીનગર: છેલ્લા 30 વર્ષ કરતા વધુ સમયથી ગુજરાતમાં ભાજપ સરકારનો દબદબો છે. પણ આ દબાદબામાં વર્ષ 2014 થી અનેક જાહેર પરીક્ષાના પેપર પરીક્ષાના એક દિવસ પહેલા જ ફૂટી જવાની ઘટનાઓ સામે આવી છે. જેથી સરકારને પરીક્ષા રદ કરવાની ફરજ પડે છે. ભવિષ્યમાં ફરી પેપર ન ફૂટે તે માટે સરકાર આરોપી વિરુદ્ધ લાલ આંખ કરીને સલામતીના ભાગ રૂપે વિધાનસભામાં કડક કાયદો લાવવાનું વિચારણા કરી રહી છે.
બિલ લાવવામાં આવશે: તારીખ 29 જાન્યુઆરીના રોજ સવારે 11 થી 12 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાત્રીના 2 કલાકે જ પેપર ફૂટ્યું હોવાની સત્તાવાર પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેથી સવારે 6 કલાકે જ પેપર રદ કરીને પરિક્ષા મોકૂફ કરવાની જરૂર પડી હતી. જેમાં અનેક ઉમેડવારીએ ભાજપ સરકાર વિરુદ્ધ નારાજગી ઠાલવી હતી. વિશ્વાસ કરીને 156 બેઠક આપી પણ અમારી મહેનત પણ પાણી ફરી ગયું હોવાના નિવેદનો સામે આવ્યા હતા. ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે તંત્ર સાથે બેઠક કરીને વિધાનસભા ગૃહમાં કાયદો લાવવાની ચર્ચા કરી રહી છે. જે બિલ હવે બજેટ સત્રમાં જ લાગુ કરવામાં આવી શકે છે.
બીલમાં હશે કડક જોગવાઈ: પેપર કાંડ બાદ સરકાર હવે ગૃહમાં પેપર ફૂડનારાઓ વિરુદ્ધ બિલ લઈને આવશે. જેમાં બીલમાં સજાની કડક જોડવાઇ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પેપર ફોડનારા તત્વો વિરુદ્ધ હંમેશા ઉમેદવારો કડક કાર્યવાહીની માંગ કરે છે. ત્યારે આ બીલમાં કડક સજાની જોગવાઈ રાખવામાં આવશે. જેમાં આજીવન કેદ પણ હોય શકે છે. ત્યારે હવે વિધાનસભા ગૃહમાં સરકાર જ્યારે બિલ લાવશે. ત્યારે જોવું રહ્યું કે કેવી સજાની જોગવાઈ કરશે.
આ પણ વાંચો બજેટ 2023-24: સરકારે તૈયારીઓ શરૂ કરી, નાણાપ્રધાને ખાતરી આપી કે દેવુ ઘટશે
ગુજરાતમાં પેપર લીકની વિગતો: 2014: GPSC ચીફ ઓફિસરનું પેપર, 2015: તલાટી પેપર, 2016: જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષા નું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું, 2018 : TAT -શિક્ષક પેપર, 2018 : મુખ્ય-સેવિકા પેપર, 2018: નાયબ ચિટનિસ પેપર, 2018: LRD-લોકરક્ષક દળ, 2019: બિનસચિવલય કારકુન, 2021: હેડ ક્લાર્ક, 2021: DGVCL વિદ્યુત સહાયક, 2021: સબ ઓડીટર, 2022: વનરક્ષક, 2023: જુનિયર ક્લાર્ક આ તમામ પરિક્ષાઓમાં પેપર ફૂટયા હતા.
સામાન્ય ગુનાઓ: વર્તમાન સમયની વાત કરવામાં આવે તો અત્યારે ફક્ત વિશ્વાસ ઘાત જેવા ગુનાઓ નોંધવામાં આવે છે જે ગુનાઓ જમીનલાયક હોય છે ત્યારે નવા બીલમાં આરોપીનો જામીન ના પ્રાપ્ત થાય અને જેલમાં જ રહે તે રીતની જોગવાઈ કરવામાં આવશે.