ETV Bharat / state

જૈનોના આંદોલન મુદ્દે ટાસ્ક ફોર્સના સભ્યોની જાહેરાત, 8 સભ્યોને અપાયો હવાલો - jain protest controversy

રાજ્ય સરકારે જૈન સમાજના આંદોલન (jain protest palitana shatrunjaya) મુદ્દે ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં 8 સભ્યોની જાહેરાત (jain protest task force commity Members) કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આ ફોર્સની અધ્યક્ષતા કરશે. ઉપરાંત રેન્જ IG જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકનો અને ભૂ-સ્તર શાસ્ત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જમીન દફ્તર નિરિક્ષક, પાલીતાણાના ચીફ ઓફિસરનો પણ સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સભ્ય સચિવ તરીકે પાલીતાણાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રહેશે. (jain protest controversy)

જૈન સમાજ આંદોલન મુદ્દે સરકારે ટાસ્ક ફોર્સની કમિટી રચી

author img

By

Published : Jan 8, 2023, 5:18 PM IST

ગાંધીનગર: પાલિતાણામાં જૈન તીર્થ સ્થાન પર (jain protest palitana shatrunjaya) મહારાજ સાહેબના પગલાંને તોડવા, મહારાજ સાહેબ સાથે અભદ્ર વર્તન બાબતે છેલ્લા કેટલાય દિવસથી જૈન સમાજમાં રોષ ભભૂકયો છે જેને લઈને જૈન સમાજ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. એ મામલે રાજ્ય સરકાર દ્વારા ટાસ્ક ફોર્સની રચના 3 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. જેમાં આજે સરકારે સત્તાવાર ટાસ્ક ફોર્સના સભ્યોની (jain protest task force commity Members) જાહેરાત કરી છે.

ટાસ્ક ફોર્સના સભ્યોની જાહેરાત: રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી ટાસ્ક ફોર્સની ટીમની ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ટાસ્કફોર્સની અધ્યક્ષતા કરશે. રેન્જ IG જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકનો પણ તેમાં સમાવેશ કરાયો છે. આ અન્ય સભ્યોમાં ભાવનગર રેન્જ આઈ.જી ઉપરાંત ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક, નાયબ વન રક્ષણ, ભૂસ્તર શાસ્ત્રી, જિલ્લા જમીન દફતર નિરીક્ષક, અને પાલીતાણા નગરપાલિકાના ચીફ ઓફિસરને સભ્યો તરીકે રાખવામાં આવ્યા છે જ્યારે ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાલીતાણા રહેશે. (jain protest controversy)

આ પણ વાંચો: પાલીતાણા મુદ્દે સરકારે બનાવી ટાસ્ક ફોર્સ

શું કહ્યું હર્ષ સંઘવીએ ? રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ 3 જાન્યુઆરીએ (Gujarat Home Minister Harsh Sanghvi) જણાવ્યું હતું કે પાલીતાણા એ માત્ર ગુજરાત કે ભારતના જૈન સમાજના આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા જૈન સમાજનું આસ્થાનું કેન્દ્ર છે, જય ગિરિરાજ પાલીતાણાના અનેક પ્રશ્નો જેમકે મહારાજ સાહેબ સાથે થયેલ અભદ્ર વર્તન, ખનનના પ્રશ્નો હોય, કે બીજા અનેક પ્રશ્નોને લઈને છેલ્લા અનેક દિવસથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના અલગ અલગ વિભાગો દ્વારા આ તમામ પ્રશ્નમાં ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી છે.

ટાસ્ક ફોર્સની જાહેરાત: રાજ્ય સરકારના અલગ અલગ વિભાગ દ્વારા ખાસ બેઠક યોજવામાં આવી હતી. મેરેથોન બેઠકોના અંતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા ટાસ્ક ફોર્સ બનવાવાનો નિર્ણય કારવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોરે તમામ વિષયો ઉપર અધિકારીઓ અધ્યયન કરીને ઊંડાણપૂર્વક તપાસ કરીને તમામ પગલાં ભરશે, જ્યારે તમામ ધાર્મિક સ્થાનોને સરકાર ખૂબ જ ગંભીરતાપૂર્વક પગલાં લઈ રહી છે, ગુજરાતમાં કોઈપણ ધર્મસ્થાન હોય એ ધર્મસ્થાન પર કાયદાની અમલવારીના વિષય પર રાજ્ય સરકાર હંમેશા ગંભીર હોય છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં જૈન સમાજના મુદ્દાઓ પર ચર્ચા

આરોપીઓની ધરપકડ: રાજયકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ 3 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે પાલીતાણાનો જે વીડિયો જોયો તે વીડિયોમાં જે પ્રકારે મહારાજ સાહેબ ઉપર અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે તે તમામ લોકો ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવ્યા છે, કલમ 386 હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે દાદાના ચરણો તોડવાના દ્રશ્યો સામે આવ્યા છે તેમાં પણ ગુનેગારોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંને ગુનેગારોને પાંચ દિવસ પહેલા જ પકડી લેવામાં આવ્યા છે અને આજે ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ ત્યાં પોલીસ ચોકી પણ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.