ETV Bharat / state

ગાંધીનગરમાં માસ્ક પહેરવું ફરજિયાત, નહીં તો 500નો દંડ

ગાંધીનગર જિલ્લામાં એક સમય માટે કોરોના વાઈરસ પ્રસરતો અટકી ગયો હતો, પરંતુ અમદાવાદના કારણે ગાંધીનગર જિલ્લો ફરીથી કોરોના વાયરસની ઝપટમા ચડી ગયો છે. આ સાથે જ જિલ્લાાં માસ્કને ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક નહી પહેરનારને પ્રથમ વખત 500 રૂપિયા દંડ ચુકવવો પડશે.

Etv Bharat
coronavirus
author img

By

Published : May 5, 2020, 10:25 PM IST

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં એક સમય માટે કોરોના વાઈરસ પ્રસરતો અટકી ગયો હતો. પરંતુ અમદાવાદના કારણે ગાંધીનગર જિલ્લો ફરીથી કોરોના વાયરસની ઝપટમા ચડી ગયો છે. ફરીથી શહેરમાં ઘાતક બની રહેલા કોરોના વાઈરસને અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા શહેરમાં માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું હતુ. હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર ગાંધીનગર જિલ્લામાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યુ છે. જેમાં પ્રથમ વખત 500 રૂપિયા દંડ નક્કી કરાયો છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસનો આંકડો 79 ઉપર પહોંચ્યો છે. આજે પણ ગાંધીનગરમાં બે કેસ સામે આવ્યા છે. જેમાં સેક્ટરથી સર્વોદય નગરમાં રહેતા 48 વર્ષીય પુરુષ જે અમદાવાદમાં આવેલા સરકારી ગોડાઉનમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેઓ કોરોના સંક્રમિત થયા છે. બીજા કેસમાં કોટેશ્વરમાં રહેતી 30 વર્ષીય મહિલા જે એસએમએસ હોસ્પિટલમાં એનેસ્થેટિક તરીકે નોકરી કરે છે તે પણ સંક્રમિત થઈ છે. જેને લઈને જિલ્લાનું તંત્ર એકાએક જાગી ઉઠ્યું છે.

ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે જણાવ્યું હતુ કે, ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘરની બહાર નીકળતી વખતે તમામ લોકોએ ફરજીયાત રીતે માઢા ઉપર માસ્ક પહેરવાના રહેશે. અથવા મોઢું અને નાક પૂરી રીતે ઢંકાય તે રીતે રૂમાલ બાંધવાનો રહેશે.

જાહેરનામાનો ભંગ કરનારને પ્રથમવાર 500 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે. જ્યારે બીજીવાર વાર નિયમનું ઉલ્લંઘન કરનારને 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ હુકમની અમલવારી 06 મેથી સવારના 6 કલાકથી અન્ય આદેશ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પાસેથી દંડની વસૂલાત ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતના સંબંધિત અધિકારી, કર્મચારીઓ દ્વારા કરવાની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.