ETV Bharat / state

મેરીટાઇમ સેક્ટરમાં પ્રાચીન કાળથી વર્તમાન સુધીનો ગુજરાતનો ઉજ્જવળ ઇતિહાસ:CM - Gujarat Maritime Board

ગાંધીનગરમાંં ગ્રીન શીપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપિંગ યાર્ડ માટેની આંતરરાષ્ટ્રીય કોનફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના શિપીંગ પોર્ટસ વોટર વેઝ મંત્રાલય ગુજરાત મેરિટાઇમ બોર્ડ ફિક્કી દ્વારા સહઆયોજિત પોલિસીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન અને દેશ વિદેશના પ્રતિનિધિઓ સહભાગી બન્યા હતા. Green Ship Recycling and Vehicle Scrapping Yard, Ship Recycling

મેરીટાઇમ સેક્ટરમાં પ્રાચીન કાળથી વર્તમાન સુધીનો ગુજરાતનો ઉજ્જવળ ઇતિહાસ:CM

author img

By

Published : Sep 12, 2022, 8:35 PM IST

ગાંધીનગર શહેરના મહાત્માં મંદિર ખાતે આજે ગ્રીન શીપ રિસાયક્લિંગ (Green Ship Recycling )એન્ડ વ્હીકલ સ્ક્રેપિંગ યાર્ડ (Vehicle Scrapping Yard )માટેની આંતરરાષ્ટ્રીય કોનફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન સોનેવાલે મહત્વની જાહેરાત કરી હતી કે દેશમાં 500 વર્ષથી સ્ક્રેપ અને રિસાયકલિંગ કામ કાજ ચાલુ છે, જે ધ્યાનમાં લઈને લોથલ ખાતે દેશનું પ્રથમ મેરી ટાઈમ મ્યુઝિયમ બનાવવામાં આવશે, જ્યારે આ મ્યુઝિયમમાં તમામ સ્થાપત્ય રાખવામાં આવશે. આ મ્યુઝિયમ 3500 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય કોનફરન્સ

ગુજરાત પોર્ટ લેડ ડેવલપમેન્ટની રાહે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા (Green Ship Recycling and Vehicle Scrapping Yard )માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શ્યલ છે. ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે નવા સ્ટાર્ન્ડડ સેટ કરવાની ગુજરાતની નેમ છે. દેશનો સૌથી લાંબો 1600 કિમીનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. એટલું જ નહિ, મેરીટાઇમ સેક્ટરમાં પ્રાચિન કાળથી વર્તમાન સુધીનો ગુજરાતનો ઉજ્જવળ ઇતિહાસ છે. ગુજરાત પોર્ટ લેડ ડેવલપમેન્ટની રાહે આગળ વધ્યું છે. દેશનું 40 ટકાથી વધારે કાર્ગો ગુજરાતના બંદરોએથી સંચાલિત કરવામાં આવે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. 1 મેજર તથા 48 નોન મેજર પોર્ટસ ધરાવતા ગુજરાતના નોન મેજર પોર્ટસ પરથી 21-22 ના વર્ષમાં 405 મિલીયન મેટ્રીક ટન કાર્ગો પરિવહન થયું છે.

શિપ રિસાયક્લિંગ કેમ જરૂરી પટેલે વધુમાં જણાવ્યું હતું કે પહેલા શિપ બ્રેકીંગનો જમાનો હતો હવે શિપ રિસાયક્લિંગ (Ship Recycling )અને ગ્રીન શિપ રિસાયક્લિંગનો સમય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને સુસંગત શિપ રિસાયક્લિંગ એકટ-2019 ઘડીને દેશમાં ગ્રીન શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના દ્વાર ખોલી આપ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું. જેમ શિપ-બ્રેકીંગ, રિસાયક્લિંગ ક્ષેત્રે ગુજરાતના અલંગનો દબદબો છે તેવી જ રીતે ગ્રીન શિપ રિસાયક્લિંગમાં પણ અલંગ અગ્રેસર રહેશે. શિપમાંથી નીકળતા જોખમી તથા બિનજોખમી વેસ્ટ પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને દરિયાઇ જીવ સૃષ્ટિને નુકશાન કરી શકે છે. આવા નુકશાનને અટકાવવા તથા સેફ એન્ડ સસ્ટેઇનેબલ શિપ રિસાયક્લિંગ માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ મહત્વની ભૂમિકા નિભાવવા સજ્જ છે.

ગુજરાત દરિયા કિનારો દેશનો ગેટ વે કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનેવાલે જણાવ્યું હતું કે ગ્રીન શીપ રીસાયકલીંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપિંગ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના આયોજન માટે ટીમ ગુજરાતને અભિનંદન આપતા કહ્યું કે, ગુજરાત 1600 કિ.મી દરિયા કિનારા સાથે વ્યવસાયિક ક્ષેત્રે ભારતનો ગેટ-વે છે અને ગુજરાત હવે વિશ્વનું પસંદ કરેલ દરિયાઇ સ્થળોમાંનું એક છે. તે 40 ટકા ભારતના કાર્ગોથી વધુ સંભાળે છે અને પોર્ટ ક્ષેત્રના ખાનગીકરણ માટે ભારતમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત બધા મુખ્ય પોર્ટ-આધારિત વેપાર માર્ગો અને વિશ્વના મુખ્ય વેપાર કેન્દ્રોને બહેતર રોડ, રેલ અને એર કનેક્ટિવિટી સાથે સારી રીતે જોડાયેલું છે, આમ વિશાળ આંતરરાષ્ટ્રીય વેપાર તકો પ્રદાન કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.