ETV Bharat / state

Medical Tourism In India : ભારત મેડિકલ ટુરિઝમ માટે પોર્ટલ શરૂ કરશે, વિદેશી નાગરિકોને ભારતમાં સારવાર મળશે : લવ અગ્રવાલ - આરોગ્ય ક્ષેત્ર

ગાંધીનગરમાં આવતીકાલથી 19 ઓગસ્ટ સુધી G20 સમિટ અંતર્ગત આરોગ્ય મુદ્દે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 90 થી વધુ દેશના ડેલીગેટ અને આરોગ્ય પ્રધાન ઉપસ્થિત રહેશે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. ઉપરાંત તેઓએ ભારતના મેડિકલ ટુરિઝમના ઉજળા ભવિષ્યની આશા વ્યક્ત કરી હતી.

Medical Tourism In India
Medical Tourism In India
author img

By

Published : Aug 16, 2023, 9:56 PM IST

વિદેશી નાગરિકોને ભારતમાં સારવાર મળશે : લવ અગ્રવાલ

ગાંધીનગર : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 17 થી 19 ઓગસ્ટ સુધી આરોગ્ય મુદ્દે G 20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સમિટમાં 90 થી વધુ દેશોના ડેલીગેટ, આરોગ્ય પ્રધાન અને સચિવો હાજર રહેવાના છે. ત્યારે વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ખાસ ચર્ચા કરવામાં આવશે. જેમાં ભારત દેશમાં મેડિકલ ટુરિઝમનો વ્યાપ વધે તે માટે ખાસ ભારત દેશ દ્વારા તૈયાર કરવામાં આવેલી મલ્ટી લેન્ગવેજ ભાષાનું પોર્ટલ પણ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા લોન્ચ કરવામાં આવશે.

આરોગ્ય મુદ્દે ખાસ બેઠક : આ અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ભારત દેશ વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે સારું નામ કરે અને ભારત મેડિકલ ટુરિઝમમાં અગ્રેસર રહે તેવો સરકારનો પ્રયાસ છે. ઉપરાંત વિદેશના નાગરિકો ભારત દેશમાં આવીને સારી સારવાર કરાવી શકે તેને ધ્યાનમાં લઈને મલ્ટિપલ ભાષાનું એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 23 રાજ્યોના 352 થી વધુ હોસ્પિટલ છે. જેમાં વિદેશી નાગરિક ઓનલાઈન માધ્યમથી એપોઇન્ટમેન્ટ લઈને ભારતમાં સારવાર કરાવી શકશે. આ પોર્ટલનું લોન્ચીંગ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે G20 સમિટમાં કરવામાં આવશે.

મેડિકલ પોર્ટલ : ભારતના ડોક્ટરોને અને પેરામેડિકલ સ્ટાફને વિશ્વના અન્ય દેશોમાં પણ સેવા આપવા માટેનું આયોજન કેન્દ્ર સરકારે દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે બાબતનું પણ એક પોર્ટલ તૈયાર કરવામાં આવશે. જેમાં વિશ્વના મોટાભાગના દેશો આ એક જ પોર્ટલ ઉપર હાજર રહેશે.

જે દેશમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફની અછત હશે અથવા તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની જરૂરિયાત હશે તેવા કિસ્સામાં ભારતના ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફને અન્ય દેશોમાં સેવા આપી શકે તેવો પ્રયાસ છે. તે બાબતનું પણ એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં જે તે દેશ પોતાની માંગ રજૂ કરી શકશે. અત્યાર સુધીમાં 7,33,186 જેટલા ડોક્ટર અને 1,93,200 નર્સનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે.-- લવ અગ્રવાલ (કેન્દ્રીય આરોગ્ય સચિવ)

સૌનો સાથ, સૌનો વિકાસ : કેન્દ્રીય આરોગ્ય સચિવ અગ્રવાલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અનેક દેશોમાં વિવિધ બીમારીની દવા છે. પરંતુ ત્યાં સારવાર થઈ શકતી નથી. ત્યારે G20 બેઠકમાં આવી પરિસ્થિતિને કઈ રીતે બદલી શકાય તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. સમગ્ર વિશ્વની 90 ટકા જીડીપી G20 કન્ટ્રીમાંથી આવે છે . આંતરરાષ્ટ્રીય ટ્રેડ પણ 75 થી 80% જેટલો ભાગ G20 દેશોનો છે. G20 દેશો સમગ્ર વિશ્વની કુલ જમીનના 50% માં ફેલાયેલા છે.

ભારતની મેડિકલ ફેસીલીટી : 90 થી વધુ દેશના ડેલિકેટ અને આરોગ્ય પ્રધાનો ગાંધીનગરમાં આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય ક્ષેત્રે ભારતની કામગીરી કેવી છે તે પણ લોકોને બતાવવામાં આવશે. એક બોમ્બ બ્લાસ્ટમાં કોઈપણ વ્યક્તિના હાથ કપાઈ ગયા હોય ત્યારે તે હાથનું રિપ્લાન્ટેશન કરેલા વ્યક્તિઓને સમીટમાં હાજર રાખવામાં આવશે. જેથી વિશ્વના દેશો ભારતના આરોગ્યની કામગીરી નજરે નિહાળી શકે. ભવિષ્યમાં ભારતમાં મેડિકલ ટુરિઝમનો વ્યાપ વધવાની આશા છે.

  1. G20 Summit in Gandhinagar : ભારતમાં ભૂગર્ભ જળના ઉપયોગ વિશે મળી મહત્ત્વની જાણકારી, G20માં આયોજનો જાણો
  2. G20 Summit in India: ધોળાવીરાને જોઈને વિદેશી ડેલિગેટ્સના મોઢા ખૂલ્લાંને ખૂલ્લાં જ રહી ગયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.