ETV Bharat / state

Gandinagar News: ભાજપ દ્વારા 14 ઓગસ્ટ નિમિત્તે વિભાજનની વિભિષિકા કાર્યક્રમનું આયોજન કરાયું - india got freedom

14મી ઓગસ્ટે ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળવાની સાથે સાથે અખંડ ભારતના વિભાજનનો પણ નિર્ણય કરાયો. આ નિર્ણય થી લાખો લોકો અપરંપાર પીડાનો ભોગ બન્યા હતા. આ કરૂણાંતિકાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ આ દિવસને સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે. તેમજ ઠેર ઠેર વિભાજન વિભિષિકા કાર્યક્રમોનું આયોજન કરાયું

વિભાજન વિભીષિકા કાર્યક્રમ
વિભાજન વિભીષિકા કાર્યક્રમ
author img

By

Published : Aug 14, 2023, 5:36 PM IST

14 ઓગસ્ટને સ્મૃતિ દિવસ તરીકે ઉજવાશે

ગાંધીનગરઃ આજે 14મી ઓગસ્ટે ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી અને દેશ આઝાદ થયો હતો. પરંતુ આઝાદી વખતે ભારત માતાની ભુજાઓ આ દિવસે જ કપાઈ ગઈ. આ દિવસે ભારતે આઝાદી તો મેળવી પણ અખંડ ભારતના વિભાજનનો પણ નિર્ણય કરાયો. આ નિર્ણય થી લાખો લોકો અપરંપાર પીડાનો ભોગ બન્યા હતા. 14મી ઓગસ્ટના દિવસે બ્રિટિશરો ભારત થી ગયા પણ તેના કપરાં પરિણામ ભારતની પ્રજા એ ભોગવ્યા છે. જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. આઝાદી તો મળી પણ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી છે. જેને યાદ કરતા આજે પણ લોકોના હૃદયમાં કંપન છૂટી જાય છે. વિભાજન વખતે લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. કોમી રમખાણોમાં કેટલાય નિર્દોષો ના જીવ હોમાયા હતા.

સ્મૃતિ દિવસની સંકલ્પનાઃ આ કરૂણાંતિકાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ આ દિવસને સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે. જેથી આજની અને આવનારી પેઢીને આ વિભાજનની કરૂણાંતિકાની માહિતી મળી રહે. આ માટે જિલ્લાના તમામ કેન્દ્રો ઉપર વિભાજનની વિભિષિકા કાર્યક્રમનું આયોજન કરાયું છે.

ભારત આઝાદ થયું અને બે ટુકડામાં વહેંચાયું ત્યારે ટ્રેનો ભરી ભરીને લોકોના મૃત દેહ આવ્યા હતા. 14મી ઓગસ્ટની એ દુઃખદાયક પીડા સદીઓ સુધી ચાલુ રહેશે. આઝાદી વધુ મજબૂત બને અને દેશ વધુ સંગઠિત થાય તે માટે અમારા હંમેશા પ્રયાસ રહ્યા છે. અને આજના કાર્યક્રમને લઈને પ્રજાજનો કાર્યકર્તાઓ સુધી સંદેશ પહોંચે તે માટે મૌન રેલી કાઢવામાં આવશે...ગોરધન ઝડફિયા (પ્રદેશ ઉપાધ્યક્ષ, ગુજરાત ભાજપ)

આવનારી પેઢીને જાણકારી મળે તે માટે આયોજનઃ આજની પેઢીને ભારતની સ્વતંત્રતા અને ભાગલા વિશે પૂરતી જાણકારી મળે તો તેઓ આવનારી પેઢીને સ્મૃતિ દિવસ બાબતે જણાવી શકે તેથી ભાજપ દ્વારા ઠેરઠેર કાર્યક્રમ અને પ્રદર્શની કરી બધી સ્મૃતિઓ મૂકવામાં આવી છે.

  1. Gujarat BJP Reaction : પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ એક્ટ મુજબ બે વર્ષની સજા થાય તો સદસ્યતા તરત જતી રહે છે
  2. ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરુંઃ ATSની વધુ એક સફળતા, શાર્પશૂટરને હથિયાર આપનારો આરોપી ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.