કડી યુનિવર્સિટીના ટ્રસ્ટી વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે, શાળા-કોલેજમાં વર્ષ દરમિયાન અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, પરંતુ તેની સાથે-સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે કલ્ચર પ્રવૃતિઓ પણ ખૂબ જ જરૂરી છે. તેથી જ યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજના વિદ્યાર્થીઓનો પણ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી દર વર્ષે 'સંગત' યુથ ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કરાઇ છે. ચાલુ વર્ષે સંગત 2019 કાર્યક્રમનું આજે ગુજરાતી અને હિન્દી ટીવી સીરીયલના કલાકાર જય સોનીની હાજરીમાં સંસ્થાના ટ્રસ્ટી વલ્લભભાઈ પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.
કડી યુનિવર્સિટી સંલગ્ન કોલેજના 800 કરતા વધું વિદ્યાર્થીઓ દ્વારા વહેલી સવારે સેક્ટર 15 સ્થિત LRDP કોલેજથી રેલી કાઢવામાં આવી હતી. વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે, 32 કોલેજના 200થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ 28 પ્રકારના પ્રોગ્રામ રજૂ કરવામાં આવશે. બે દિવસ સુધી વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે કલ્ચરલ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવશે. યુવાનો પશ્ચિમ સંસ્કૃતિ તરફ વળ્યા છે, ત્યારે દેશની સંસ્કૃતિ જળવાઈ રહે અને ભાવિ પેઢીને ઉપયોગી બને તે માટે આ પ્રકારના કાર્યક્રમો કરવા ખૂબ જ જરૂરી છે.