ETV Bharat / state

રાજ્ય સરકારે શિક્ષણ, આરોગ્ય, મેડિકલ બાબતે ક્યા મહત્વના નિર્ણય લીધા જુઓ ખાસ આ અહેવાલમાં

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્યના શિક્ષણ આરોગ્ય મેડિકલ બાબતે સરકારે મહત્વના નિર્ણય લેતા જાહેરાત કરી હતી કે હવે રાજ્યના સામાન્ય નાગરિકોને પણ પીએસઆઇના દવાખાનામાંથી સારવાર મેળવી શકશે. આ સાથે જ રાજ્યમાં મેડિકલની સીટોમાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને જમીન ફાળવણી બાબતની પણ જાહેરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કરી હતી.

રાજ્ય સરકારે શિક્ષણ, આરોગ્ય, મેડિકલ બાબતે ક્યા મહત્વના નિર્ણય

author img

By

Published : Feb 19, 2020, 5:51 PM IST

ગાંધીનગર : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં બાળ શિક્ષણનો વ્યાપ વધે તથા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર રાજ્ય સરકારે અનેક વિધ નવતર આયામો હાથ ધર્યા છે. ગાંધીનગર જિલ્લાના શાહપુર ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે ૩૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરના શાહપુર ગામ ખાતે આ ૩૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે.

રાજ્ય સરકારે શિક્ષણ, આરોગ્ય, મેડિકલ બાબતે ક્યા મહત્વના નિર્ણય
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને સિંચાઇની સુવિધાઓ પુરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાના શ્રેષ્ઠ જળવ્યવસ્થાપન થકી જાન્યુઆરી-૨૦૨૦ સુધીમાં રાજ્યના ૧૦.૮૧ લાખ હેક્ટર વિસ્તારમાં વિક્રમજનક રવિ સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થઇ છે. ચાલુ વર્ષે નર્મદાના પાણીથી રાજ્યના ૧૭ જિલ્લાના ૭૩ તાલુકાના ૧૦.૮૧ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ સિંચાઇ થઇ છે. રાજયના નાગરિકોને ત્વરીત આરોગ્યલક્ષી સારવાર ઘરઆંગણે જ મળી રહે તે માટે રાજયના કામદાર રાજ્ય વીમા યોજના હેઠળના દવાખાનાઓમાં પણ સામાન્ય નાગરિકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ પુરી પાડવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કામદાર રાજ્ય વીમા યોજના એ સંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા કામદારોને સામાજિક સુરક્ષાનો લાભ સહિત તબીબી સારવારની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે.

આ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં જે ઔધોગિક એકમો સ્થાપાયેલા છે તે વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ આ દવાખાના દ્વારા આપવામાં આવે છે. રાજયમાં હાલ ૪૦થી વધુ શહેરોમાં ૮૦થી વધુ દવાખાનાઓ અને ૭ હોસ્પિટલો કાર્યરત છે. રાજયમાં કામદાર રાજય વીમા યોજના અંતર્ગત હાલ ૧૬ લાખથી વધુ શ્રમયોગીઓ-વીમા કામદારો અને તેઓના કુટુંબીજનોને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવા રાજય સરકાર દ્વારા જે તે વિસ્તારોમાં કામદાર રાજય વીમા યોજનાના દવાખાનાઓ અને નિદાન કેન્દ્રો પણ કાર્યરત છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના ૭૫ જિલ્લાઓમાં કે જ્યાં મેડીકલ કોલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવાઇ હતી. તેમાં ગુજરાતના ૫ જિલ્લાઓની પસંદગી થઇ છે. તે પૈકી રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર ખાતે નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે રાજય સરકારની દરખાસ્તને કેન્દ્ર સરકારે મંજુરી આપી દીધી છે. અન્ય પ્રક્રિયા આ કોલેજો શરૂ કરવામાં આવશે. રાજ્યમાં નિર્માણ થનાર આ કોલેજોમાં કોલેજ દીઠ રૂપિયા ૩૨૫ કરોડ ખર્ચ થશે જેમાં ભારત સરકારના ૬૦ % લેખે રૂપિયા ૧૯૫ કરોડ તથા રાજ્ય સરકારના ૪૦ % લેખે રૂપિયા ૧૩૫ કરોડ મળી કુલ-૩ કોલેજો રૂપિયા ૯૭૫ કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. જેમાં હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ બેડની અને કોલેજ પૂર્ણ થતાં ૫૦૦ બેડની સુવિધાવાળી હોસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ કોલેજોમાં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ અપાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.