- રાજ્ય સરકારે સ્વતંત્રતા દિન પહેલા કરી મહત્વની જાહેરાત
- વિકાસના કામને લઈને કરાઈ મહત્વની જાહેરાત
- વિજય રૂપાણીએ નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે ફાળવી ગ્રાન્ટ
- સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં કતલખાના બંધ રાખવાનો હુકમ
ગાંધીનગર: દેશના 75માં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મહવની જાહેરાત કરી હતી. જેમ વિકાસના કામ ઝડપી બને તે માટે ખાસ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાને શહેરી વિકાસ વિભાગથી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ સ્વતંત્રતા પૂર્વની સંધ્યાએ જાહેરાત કરી હતી.
સ્વર્ણિમ જયંતિ વિકાસ યોજના
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે રૂપિયા 250 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવાની સિદ્ધાંતિક મંજૂરી આપી છે. 250 કરોડ રૂપિયાની આ વિશેષ જોગવાઈમાંથી 25 ટકા રકમ એટલે કે 62.50 કરોડ રાજ્યની નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે તથા 187.50 કરોડ મહાનગરપાલિકાઓ માટે ફાળવ્યા છે.
કઈ નગરપાલિકાને કેટલી ગ્રાન્ટ ફાળવાઈ ?
- અમદાવાદ મહાનગરપાલિકાને 70.50 કરોડ
- સુરતને 56.25 કરોડ
- વડોદરાને 21 કરોડ
- રાજકોટને 18.75 કરોડ
- ભાવનગર અને જામનગર પ્રત્યેકને 7.50 કરોડ
- જૂનાગઢને 3.75 કરોડ
- ગાંધીનગરને 2.25 કરોડ
પર્યુષણ દરમિયાન કતલખાના બંધ
ગુજરાતમાં આગામી 3 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમ્યાન પર્યુષણ પર્વની ઉજવણી થવાની છે, ત્યારે રાજ્ય સરકારે આ પર્વ ના દિવસો દરમિયાન એટલે કે 3 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમ્યાન નગર પાલિકા મહાનગર પાલિકા વિસ્તારોમાં કતલ ખાના બંધ રાખવા અનુરોધ કર્યો છે.