ETV Bharat / state

Gandhinagar News : ગુજરાત સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય, 45 કરોડની નવી યોજના જાહેર કરી - Important decision of Gujarat government

ગુજરાત સરકારે આજે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈને 45 કરોડની જોગવાઈ સાથે એક વધુ યોજના જાહેર કરી છે. ગુજરાતમાં ફળપાકોની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને આર્થિક સહાય ચૂકવાશે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 11, 2023, 10:21 PM IST

ગાંધીનગર : ગુજરાતના ખેડૂતો ખેતીની પરંપરાગત પદ્ધતિ ઉપરાંત વૈજ્ઞાનિક અભિગમ સાથેની આધુનિક પદ્ધતિ અપનાવીને વધુ આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વધુ એક નવી યોજના અમલમાં મૂકી છે. તેની સાથે રાજ્યમાં બાગાયતી પાકનો વાવેતર વિસ્તાર 19,500 હેકટર જેટલો વધારવા રાજ્ય સરકારે આયોજન કર્યું છે.

ખેડૂતો માટે નવી યોજના : બાગાયત ખાતા દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજના અંગે માહિતી આપતા કૃષિપ્રધાન રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ફળપાકોના એકમ વિસ્તારમાં મહત્તમ ફળઝાડના વાવેતર થકી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે. રાજ્યના ખેડૂતો ક્રોપ ડાઇવર્સીફીકેશન કરી આંબા અને જામફળ સહિતના ફળપાકમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ તેમજ કેળ પાકમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજી અપનાવી પોતાની આવકમાં વધારો કરી કરી શકે છે. રાજ્યના ખેડૂતો બાગાયતી પાકોમાં ફળપાકોનું ગુણવત્તાયુક્ત કલમો અને રોપાથી વાવેતર કરતા થાય તે માટે જ રાજ્ય સરકારે વધુ એક પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે. આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં રૂપિયા 4500 લાખ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.

રાઘવજી પટેલનું નિવેદન : કૃષિપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આ નવી યોજના હેઠળ ખેડૂતોને આંબા પાકના વાવેતરમાં કલમ દીઠ મહત્તમ રૂપિયા 100 અથવા પ્રતિ કલમ ખરેખર થયેલ ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાને લઇ મહત્તમ રૂપિયા 40,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરીયલના ખર્ચના 50 ટકા લેખે મહત્તમ રૂપિયા 10,000 પ્રતિ હેકટર સહાય ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે.

આ રીત મળશે સહાય : જામફળ પાકમાં કલમ કે ટીસ્યુ રોપા દીઠ મહત્તમ રૂપિયા 80 અથવા પ્રતિ કલમ/ટીસ્યુ રોપા દીઠ ખરેખર થયેલ ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાને લઇ મહત્તમ રૂપિયા 44,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરીયલના ખર્ચના 50 ટકા લેખે મહત્તમ રૂપિયા 6,000 પ્રતિ હેકટર સહાય ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. આવી જ રીતે કેળપાકમાં પણ ટીસ્યુકલ્ચર રોપા દીઠ મહત્તમ રૂપિયા સહાય ધ્યાને લઇ મહત્તમ રૂપિયા 15,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે.

બાગાયતીના પાકમાં કરાશે વધારો : રાઘવજી પટેલે કહ્યું હતું કે, આ યોજના થકી ગુજરાતમાં આંબા પાકનો વાવેતર વિસ્તાર 2500 હેકટર, જામફળ પાકનો વાવેતર વિસ્તાર 2000 હેકટર તથા કેળ પાકનો વાવેતર વિસ્તાર 15,000 હેક્ટર વિસ્તાર મળી રાજ્યમાં બાગાયતી પાકનો વાવેતર વિસ્તાર કુલ 19,500 હેકટર જેટલો વધારવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ લક્ષ્યાંકને પહોંચી વળવા બાગાયત ખાતાની નવી યોજના ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સંપૂર્ણપણે પારદર્શિતાના અભિગમ સાથે ફળ પાક ઉત્પાદકતા વધારવા માટેના આ કાર્યક્રમ અંતર્ગત મળવાપાત્ર સહાય DBTના માધ્યમથી સીધા જ ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

  1. Rajkot Rain : રાજકોટમાં વાવાઝોડાને કારણે ખેતીના પાકમાં નુકસાન નહીં, સારા વરસાદને લઈને ખેડૂતો ખુશીની લહેરમાં
  2. Banaskantha News : માલોત્રાના ખેડૂતોની એક અવાજે માગણી, વરસાદી પાણીથી જમીન ધોવાણનો સર્વે કરી સહાય આપો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.