ETV Bharat / state

કોંગ્રેસની સરકાર આવશે તો નિવૃત સેનાના જવાનોની તમામ માંગણીનો સ્વીકારવામાં આવશે - કોંગ્રેસ

ગાંધીનગરમાં નિવૃત્ત આર્મીના જવાનો દ્વારા પડતર માંગણીઓને લઈને Demands of retired army personnel અનેક વખત આંદોલન કરવામાં આવ્યું છે. આ આંદોલન કરતા નિવૃત જવાનોની ગુજરાત કોંગ્રેસે Gujarat Congressમુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન કોંંગેસે જાહેરાત કરી કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તો નિવૃત સેનાના જવાનોની તમામ માંગણીનો સ્વીકાર કરશે.

કોંગ્રેસની સરકાર આવશે તો નિવૃત સેનાના જવાનોની તમામ માંગણીનો સ્વીકારવામાં આવશે

author img

By

Published : Aug 23, 2022, 4:25 PM IST

ગાંધીનગર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી નિવૃત્ત આર્મીના જવાનો પોતાના પડતર માંગણીઓને લઈને અનેક વખત આંદોલન કરવામાં(Demands of retired army personnel)આવ્યું છે. છેલ્લા 24 કલાકથી ગાંધીનગરના સચિવાલયના ગેટ નંબર એકની સામે પ્રદર્શન કરી રહ્યા છે. આજે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા અને વિરોધ પક્ષના દંડક સીજે ચાવડાએ મુલાકાત કરી હતી અને મુલાકાત બાદ તેઓએ જાહેરાત કરી હતી કે જો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે અને કોંગ્રેસની સરકાર (Gujarat Congress) રચાશે તો પ્રથમ કેબિનેટમાં જ કોંગ્રેસની સરકારની નિવૃત સેનાના જવાનોની તમામ માંગણીનો સ્વીકાર કરશે.

નિવૃત જવાનોની ગુજરાત કોંગ્રેસે મુલાકાત કરી

પ્રથમ કેબિનેટમાં લેવાશે નિર્ણય ગુજરાતી વિધાનસભા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના દંડકટર સીજે ચાવડાએ નિવૃત્ત સેનાના જવાનો (Retired Army Man Movement)સાથેની મુલાકાત દરમિયાન મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તો પ્રથમ કેબિનેટમાં જ નિવૃત્ત સેનાના જવાનોની જે પણ કંઈક માંગ છે તે તમામ માંગને પ્રથમ કેબિનેટમાં જ મંજૂરી આપવામાં આવશે. જ્યારે 15 થી 20 વર્ષ જેટલી દેશની સેવા કરી હોય તેમ છતાં પણ તેઓને રાજ્યમાં નોકરીના અનામતમાં અનેક સમસ્યાઓ છે જ્યારે નોકરી મળે તો તેઓને ફરજિયાત પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં રહેવું પડે છે આ તમામ બાબતે સુધારો કરવામાં આવશે.

આ પણ વાંચો આ કોંગી ધારાસભ્ય હવે કઈ બેઠક પર ચૂંટણી લડશે તેની પર સૌની નજર

લેખિતમાં જાહેરાત નહિ કરે ત્યાં સુધી આંદોલન યથાવત સરકાર લેખિતમાં જાહેરાત નહિ કરે ત્યાં સુધી આંદોલન યથાવત આગેવાન જિતેન્દ્ર કુમાવતે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારે 14 જેટલા મુદ્દા છે, જે રાજ્ય સરકાર દ્વારા અનેક વખત ઠેલવવામાં આવતા હતા, પરંતુ આજે તેઓને સ્વીકારવામાં આવ્યા છે. ભૂતકાળમાં આવી રીતે મુદ્દાઓને સ્વીકાર્યા હોવાની જાહેરાત કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનું અમલીકરણ થતું નહતું. આજે સરકારે જે જાહેરાત કરી છે. તેનું સત્તાવાર ગુજરાત સરકાર તેનો જીઆર કરે અને મીડિયા સમક્ષ તેની સત્તાવાર જાહેરાત કરે તો જ આંદોલન સમેટવામાં આવશે. આમ રાજ્ય સરકારે 22 ઓગસ્ટ ના રોજ મહત્વની જાહેરાતો કરી નાખી હતી પરંતુ આંદોલન કાર્યો રાજ્ય સરકાર સત્તાવાર નોટિફિકેશન લેખિતમાં બહાર પાડે તેની રાહ જોઈ રહ્યા છે આમ હજી સુધી નોટિફિકેશન જાહેર ન થવાના કારણે માજી સૈનિકોની હડતાલ યથાવત જ રાખવામાં આવી છે.

આ પણ વાંચો સરકારે માગ સ્વીકારી છતાં માજી સૈનિકોનું આંદોલન યથાવત્

કયા મુદ્દા પર છે પૂર્વ સૈનિકોની માગણીઓ

  1. શહીદ પરિવારને એક કરોડ રૂપિયાની સહાય તથા પરિવારમાં એક સદસ્યને સરકારી નોકરી.
  2. ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક તથા સૈનિકો માટે આરામગૃહ.
  3. સૈનિકો માટે રાજ્ય સરકાર તરફથી નોકરી માટેની અનામત.
  4. ખેતી માટે જમીન તથા રહેણાંક પ્લોટ.
  5. ભારતીય સેના માટે આપેલ દારૂ માટેની પરમિટ માન્ય ગણવી.
  6. કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી સીધી ભરતી કરવામાં આવે.
  7. હથિયાર લાયસન્સ રીન્યુ કરવા અલગ અલગ વ્યવસ્થા કરવી.
  8. પૂર્વ સૈનિકના પરિવારની સમસ્યા માટે કચેરીઓમાં અલગથી ખાસ વ્યવસ્થા કરી જલ્દી ઉકેલ લાવવામાં આવે.
  9. પૂર્વ સૈનિકના નોકરીના કિસ્સામાં સેનામાં કરેલી નોકરીનો ગાળો કરવામાં આવે.
  10. પૂર્વ સૈનિકો માટે પાંચ વર્ષના ફિક્સ પગારવાળી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે.
  11. પૂર્વ સૈનિકને પોતાના વતનમાં નોકરી આપવામાં આવે.
  12. ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં સૈનિકોના બાળકોને છૂટછાટ આપવામાં આવે.
  13. સૈનિકોના બાળકોનો ખર્ચ રાજ્ય સરકાર આપે.
  14. સૈનિકો માટે લેવામાં આવતો વ્યવસાયવેરો માફ કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.