ગાંધીનગર : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગાંધીનગર અને અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં બે વખત પવન સાથે વરસાદ પડ્યો છે, ત્યારે સોમવારે રાત્રીના સમયે ગાંધીનગર તાલુકાના માધવગઢ લક્ષ્મીપુરા ગામમાં રાત્રે 9:30થી 11 કલાક સુધી એકાએક વાવાઝોડું ત્રાટક્યું હતું. ગ્રામજનો કંઈ સમજે તે પહેલા કાચા મકાનના પતરા ઉડી ગયા હતા. તબેલામાં બાંધેલા પશુઓને યોગ્ય જગ્યાએ લઈ જાય તે પહેલા ઝાડ પડી જવાના કારણે પશુઓ દબાઈ ગયા હતા. માત્ર ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ત્રાટકેલા વાવાઝોડાએ ગ્રામજનોને કંડલા વાવાઝોડાની યાદ અપાવી દીધી હતી.
માધવગઢ-લક્ષ્મીપુરામા વાવાઝોડાએ વેર્યો વિનાશ, 40 મકાન અને તબેલાને નુકસાન - Tdo
ગાંધીનગર તાલુકાના સાબરમતી નદીના કિનારે આવેલા માધવગઢ અને લક્ષ્મીપુરા ગામમાં સોમવારે રાત્રિના સમયે વાવાઝોડું ત્રાટક્યું હતું. જેને લઇને 40 જેટલા મકાન અને તબેલાના પતરાના શેડ ઉડી ગયા હતા. ભારે પવનના કારણે વીજળીના થાંભલા તૂટીને જમીન પર પડ્યા હતા. જેને લઈને સમગ્ર ગામમાં અંધારપટ છવાઇ ગયો હતો, ત્રણ કિલોમીટરના અંતરમાં વાવાઝોડાથી વિનાશ વેરતા ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા.