ETV Bharat / state

રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, આગામી 5 દિવસ વરસાદી વાતાવરણ રહેશે - Gujarat Weather Update

અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના દર્શાવાઇ છે. સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો 94.70 ટકા થઇ ગયો છે. Heavy rain forecast in 4 districts of Gujarat, Weather Watch Group meeting in Gandhinagar , Monsoon Gujarat 2022 , Gujarat Weather Update

રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, આગામી 5 દિવસ વરસાદી વાતાવરણ રહેશે

author img

By

Published : Sep 6, 2022, 9:28 PM IST

ગાંધીનગર ગાંધીનગરમાં રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ( State Emergency Operations Centre ) SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક ( Weather Watch Group meeting in Gandhinagar )યોજાઇ હતી. બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો ( Gujarat Weather Update ) આપતા જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ,નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ( Heavy rain forecast in 4 districts of Gujarat ) ૫ડવાની (Monsoon Gujarat 2022 ) સંભાવના છે.

સરદાર સરોવર ડેમમાં જળસ્તર સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર ડેમમાં 3,16,384 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 94.70 ટકા છે.. રાજ્યનાં 206 જળાશયોમાં 4,53,594 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 81.26 ટકા છે. હાલમાં રાજ્યમાં કુલ 102 જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ 23 જળાશય એલર્ટ ૫ર તેમજ 11 જળાશય વોર્નીગ ૫ર છે.

ખરીફ પાકોનું વાવેતર કૃષિ વિભાગના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 5 સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત 83,23,220 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષના સમયગાળા દરમ્યાન 81,55,220 હેક્ટર વાવેતર થયું હતું.

બચાવ કાર્ય માટે તૈયારી રાજ્યમાં હાલ NDRF ની 3 ટીમ ડીપ્લોય કરાઈ છે, જેમાં કચ્છ, નવસારી અને રાજકોટમાં એક NDRFની ટીમ તહેનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં 2 અને વડોદરામાં 10 એમ કુલ 12 ટીમ રીઝર્વ રખાઈ છે. તે સિવાય રાજ્યમાં SDRFની કુલ 11 પ્લાટુન રીઝર્વ છે.

બેઠકમાં આટલા વિભાગે લીધો ભાગ વેધર વોચ ગ્રુપની બેઠકમાં ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, ફોરેસ્ટ, શહેરી વિકાસ સહિત વિવિધ વિભાગના અઘિકારીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.