ETV Bharat / state

ભૂતકાળનો અનુભવ, અધવચ્ચેથી પ્રધાન પદ ન જાય તે ડરથી પટેલે ઓફિસની કાયાપલટ કરી - Rushikesh Patel Office Architecture

ભુપેન્દ્ર પટેલની સરકારમાં ત્રીજા નંબરના સ્થાન હાંસલ કરનારા આરોગ્ય પ્રધાને પોતાની ઓફિસની (Rushikesh Patel office Change) બેઠક વ્યવસ્થામાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફેરફાર કર્યો છે. કારણ કે, તે ઓફિસમાં એવુ માનવામાં આવે છે કે કોઈ પણ પ્રધાન પાંચ વર્ષે પદ પર રહી શક્યા નથી. (Health Minister Rushikesh Patel office)

ભૂતકાળનો અનુભવ, અધવચ્ચેથી પ્રધાન પદ ન જાય તે ડરથી પટેલે ઓફિસની કાયાપલટ કરી

author img

By

Published : Dec 27, 2022, 6:16 PM IST

ગાંધીનગર : વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ 99 બેઠક ઉપર જ સમેટાઈ ગયું હતું. જે પ્રથમ કેબિનેટમાં ખાતાની ફાળવણી દરમિયાન નીતિન પટેલ નારાજ થયા હતા. તેમને નાયબ મુખ્યપ્રધાન સહિત માર્ગ મકાન નર્મદા કલસર અને નાણા વિભાગનો હવાલો આપવામાં આવ્યો હતો, ત્યારે સૌથી વધુ વિભાગો અને નાયબ મુખ્યપ્રધાન તરીકે હોવાના કારણે તેઓએ બીજા માળે બે ઓફિસની એક ઓફિસે તૈયાર કરી હતી. જેમાં તેઓ ફક્ત 3.5 વર્ષ ગાળી શક્યા હતા અને ત્યારબાદ રાજેન્દ્ર ત્રિવેદી પણ ભુપેન્દ્ર પટેલની સરકારમાં નંબર 2 સ્થાન ધરાવતા હતા અને તેઓને પણ નીતિન પટેલની જ ઓફિસ પાડવામાં આવી હતી. જે દોઢ વર્ષમાં તેમની સત્તા ગઈ હતી, ત્યારે હવે ઋષિકેશ પટેલને (Rushikesh Patel office Change) આ ઓફીસ પ્રાપ્ત થઈ છે. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઋષિકેશ પટેલે ઓફીસની કાયાપલટ કરી નાખી છે. (Health Minister Rushikesh Patel office)

ઋષિકેશ પટેલની ઓફીસ
ઋષિકેશ પટેલની ઓફીસ

ભૂતકાળનો અનુભવ ભૂતકાળના અનુભવની વાત કરવામાં આવે તો રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલે પણ આ ઓફિસમાં સાડા ત્રણ વર્ષ સત્તા ભોગવી છે. પરંતુ પાંચ વર્ષ સુધીની સત્તા પૂર્ણ કરી શક્યા ન હતા અને સરકાર બદલાઈ હતી. ભુપેન્દ્ર પટેલની સરકારમાં નંબર બે નું સ્થાન ધરાવતા ત્રિવેદીને આ કાર્યાલય મળ્યું હતું. તેઓ પણ દોઢ વરસની જ સત્તા પુરવી શક્યા, ત્યારે બંને ધારાસભ્યોને વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ પ્રાપ્ત થઈ ન હતી. આ ઉપરાંત નીતિન પટેલે સત્તાવાર રીતે ચૂંટણી નહીં લડવાની પણ જાહેરાત કરી હતી, ત્યારે આ તમામ ઘટના સચિવાલયમાં ફરીથી લોક ચર્ચાએ જાગી હતી. ઋષિકેશ પટેલ પણ પાંચ વર્ષ સત્તા ભોગવી શકશે તેવી વાતો વહેતી થઈ હતી, ત્યારે આ સમગ્ર વાતને ધ્યાનમાં લઈને ઋષિકેશ પટેલે પણ આખી ઓફિસની કાયાપલટ કરી નાખી છે.

આ પણ વાંચો યુનિફોર્મ સિવિલ કોડની કમિટીની ભલામણને આધારે ગુજરાત સરકાર કરશે કામ

ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં 3 નંબરનું સ્થાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં ત્રીજા નંબરના સ્થાન હાંસલ કરનારા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પોતાની ઓફિસની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે. ઋષિકેશ પટેલ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પોતાની ઓફિસની બેઠક વ્યવસ્થા ફેરબદલી કરી છે, જેથી હવે તેવો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પોતાની નક્કી કરાયેલી બેઠક વ્યવસ્થા પ્રમાણે ઓફિસની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે જૂની ઓફિસમાં પ્રવેશ દ્વારથી સીધા રસ્તા પર જ મુખ્ય ટેબલ હતું. જે હવે બદલીને ટેબલ ડાબી બાજુ અને પૂર્વ દિશા તરફ રાખ્યું છે અને સામે જ મંદિરની સ્થાપના કરી છે. (Rushikesh Patel office Change in Gujarat Assembly)

પહેલા આ ઓફિસ કનુ દેસાઈને મળવાની હતી ભૂપેન્દ્ર પટેલની સરકારના બીજા નંબરના પ્રધાન કનુ દેસાઈને સ્વની સંકુલ એકના બીજા માળે આવેલા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજેન્દ્ર ત્રિવેદીની કાર્યાલય પ્રાપ્ત થવાની હતી. પરંતુ તેઓએ આ કાર્યાલય લેવાનું ના પાડ્યું હતું અને પોતાની જૂની ઓફિસે જ યથાવત રાખવાનું નક્કી કર્યું હતું. ત્યારે આરોગ્ય પ્રધાન તરીકે ઋષિકેશ પટેલને જૂની ઓફિસે નાની પડતા તેઓએ મોટી ઓફિસની માંગ કરી હતી. તેથી જ તેઓને મોટી ઓફિસ ફાળવવામાં આવી છે.

આ પણ વાંચો 14મી વિધાનસભા: 2023માં નવી સરકાર,નવા પ્રધાન જોવા મળશે જુના જોગીઓ કપાશે

માહોલ યોગ્ય લાગ્યો નહીં ઋષિકેશ પટેલને ગત સરકારમાં મહેસુલ વિભાગની જવાબદારી સંભાળી રહેલા એવા રાજેન્દ્ર ત્રિવેદી ઓફિસની સોંપવામાં આવ્યા બાદ તેમણે 13 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ તેમને વિધિવત રીતે ભગવાનની પૂજા પાઠ કરીને પરિવારની હાજરીમાં ઓફિસનો પદભાર સંભાળ્યો હતો. પરંતુ કોણ જાણે હજુ ઋષિકેશ પટેલને ઓફિસનો ઈન્ટર માહોલ યોગ્ય ન લાગતા તેમને વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો બોલાવીને ઓફિસની ખૂણે ખૂણેની જાણકારી હાંસલ કરીને બેઠક વ્યવસ્થા કેવી છે તેની જાણકારી હાંસલ કરી હતી. જેમાં ત્રણેય વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોના મતે ઓફિસની બેઠક વ્યવસ્થા યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. જેથી ઋષિકેશ પટેલ વાસ્તુશાસ્ત્રના કહેવા મુજબ પોતાની ઓફિસમાં બેઠક વ્યવસ્થામાં ફેરબદલી કરી દીધી છે.

3 વાસ્તુશાસ્ત્ર નિષ્ણાંતોએ કરી ઓફિસની કાયાપલટ ભૂતકાળની ઘટનાનું પુનરાવર્તન ન બને તે હેતુસર ઋષિકેશ પટેલ પહેલેથી 3 જેટલા વાસ્તુશાસ્ત્ર નિષ્ણાતોને બોલાવીને ઓફિસની જાણકારી હાંસલ કરી હતી. જેમાં અલગ અલગ રીતે આવેલા ત્રણ વાસ્તુશાસ્ત્રઓ એક સરખા ઓપીનીયન આપીને ઓફિસની દિશા ફેરવવા અંગેની સૂચન કરતા તાત્કાલિક ધોરણે ઋષિકેશ પટેલે ઓફિસની બેઠક વ્યવસ્થામાં ફેરબદલી કરી દીધી છે. (Rushikesh Patel Office Architecture)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.