ETV Bharat / state

હરશી રામ ફરીથી સુત્રાપાડાથી ગાંધીનગર સાયકલ લઈને રાજ્ય સરકારને રજુઆત કરવા આવ્યા - ગાંધીનગર સમાચાર

જ્યમાં જમીન બચાવનારા વિરુદ્ધ રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act)નું વિધાનસભામાં કાયદો પસાર કર્યો છે. આ કાયદા હેઠળ અનેેક ફરિયાદો નોંધાિ છે. છેલ્લા 20 વર્ષથી પોતાની જમીન માટે લડત લડી રહેલા હરશી રામ 10 મહિનામાં બીજી વખત ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામેથી ફરીથી ગાંધીનગર સચિવાલય ખાતે સાયકલ લઈને રાજ્ય સરકારને ફરિયાદ કરવા માટે આવ્યા હતા.

હરશી રામ ફરીથી સુત્રાપાડાથી ગાંધીનગર સાયકલ લઈને આવ્યા

author img

By

Published : Jul 17, 2021, 9:16 AM IST

Updated : Jul 17, 2021, 9:29 AM IST

  • સુત્રાપાડાના વાવડી ગામથી વૃદ્ધાની સચિવાલય સુધીની સાયકલ યાત્રા
  • જમીન કૌભાંડ મામલે ફરિયાદ કરવા આવ્યા હતા
  • અગાઉ પણ સપ્ટેમ્બરમાં સાયકલ પર આવ્યા હતા

ગાંધીનગર : રાજ્યમાં જમીન બચાવનારા વિરુદ્ધ રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act)નું વિધાનસભામાં કાયદો પસાર કર્યો છે. જ્યારે અનેક ફરિયાદો લેન્ડ એક્ટ હેઠળ નોંધાઈ છે. છેલ્લા 20 વર્ષથી પોતાની જમીન માટે લડત લડી રહેલા હરશી રામ 10 મહિનામાં બીજી વખત ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામેથી ફરીથી ગાંધીનગર સચિવાલય ખાતે સાયકલ લઈને રાજ્ય સરકારને ફરિયાદ કરવા માટે આવ્યા હતા. જેમાં તેઓને મહેસૂલ પ્રધાન કૌશિક પટેલને મળીને જમીન બાબતની ફરિયાદ કરી હતી.

ખાનગી કંપનીએ તેઓની વીઘા જમીન પડાવી દીધી

વાવડી ગામના રહેવાસી અને ફરિયાદી એવા હરશી રામે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા આક્ષેપ કર્યા હતા. ખાનગી કંપનીએ તેઓની વીઘા જમીન પડાવી દીધી છે. જ્યારે તેઓએ કોઈપણ પ્રકારની સહી કરી ન હતી. ત્યારે ખોટા દસ્તાવેજો ઉભા કરીને ખાનગી કંપનીએ જમીન પડાવી લીધી છે. જેમાં ગામના સરપંચનો પણ હાથ હોવાનો આક્ષેપ ફરિયાદી હરશી રામે કરી હતી.

આ પણ વાંચો : CMને ફરિયાદ કરવા ગીર સોમનાથના વૃદ્ધ 443 કિમી સાઈકલ ચલાવી ગાંધીનગર પહોંચ્યા

પોલીસ ફરિયાદ થઈ પણ આરોપીઓ જામીન પર છૂટ્યો

હરશી રામે વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે તેઓએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. જેમાં પોલીસ ફરિયાદ પછી આરોપીઓની ધરપકડ પણ કરી હતી. પરંતુ તેઓ હવે જામીન પર છૂટી ગયા છે જ્યારે મુખ્ય સૂત્રધાર જે વ્યક્તિ કે જેણે સમગ્ર કૌભાંડ આચર્યું હતું તેને હજી સુધી પોલીસે ધરપકડ કરી હોવાના આક્ષેપ પણ હરશી રામે કર્યા છે. રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે આ બાબતે નિર્ણય કરે તેવી માંગ સાથે ગઇકાલે સચિવાલયમાં મહેસુલ પ્રધાન કૌશિક પટેલને મળ્યા હતા.

443 કિલોમીટર સાયકલ ચલાવીને હરશી રામ ગાંધીનગર પહોંચ્યા

સુત્રાપાડાથી ગાંધીનગરના Distance ની જો વાત કરવામાં આવે તો કુલ 443 કિલોમીટર સાઇકલ ચલાવીને હરશી રામ ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. હરશી રામે સુત્રાપાડાથી નીકળીને રાજકોટ, ચોટીલા, અને રસ્તામાં આવતા મંદિરોમાં વિસામો લીધો હતો. અહીં રજુઆત કરીને ફરી સુત્રાપાડા જવા નીકળ્યા ગયા હતા.

ખોટા દસ્તાવેજો ઉભા કરીને જમીન ગેરકાયદેસર રીતે અપાઇ

જિલ્લા કલેક્ટરના બે હુકમ થયા, એક મૂળ માલિકને જમીન આપો, બીજો હુકમ ખાનગી કંપનીને જમીન આપો. રામ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, ખોટા દસ્તાવેજો ઉભા કરીને એક ખાનગી કંપનીને તેમની જમીન ગેરકાયદેસર રીતે આપવામાં આવી છે.

આ પણ વાંચો : Land Grabbing Act : ગાંધીનગરમાં કુલ 138 અરજીઓ પૈકી હજુ 105 અરજીઓ પેન્ડીંગ

જમીન મૂળ માલિકને પરત કરવાનો હુકમ અપાયો

જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ આ જમીન મૂળ માલિકને પરત કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી ખાનગી કંપનીને જમીન આપવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. આમ, આ બાબતે હજી સુધી કોઈ જ નિરાકરણ આવ્યું ન હોવાની વાત પણ હરશી રામે કરી હતી.

જો ન્યાય નહિ મળે તો સાયકલ લઇને જશે દિલ્હી

અગાઉ પણ હસી રામે ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોઇ પ્રકારનો નિર્ણય કરવામાં નહિ આવે તો દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરવામાં આવશે. તેઓ દિલ્હી ખાતે જવા નીકળ્યા હતા. પરંતુ તેઓની જે તે પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : લેન્ડ ગ્રેબિંગ ,અપહરણ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ

ગાંધીનગર ખાતે રાજ્ય સરકારને ફરિયાદ કરવા માટે આવ્યો

આજે ફરીથી તેઓએ ચિમકી ઉચ્ચારીને જણાવ્યુ હતું કે, આજે ગાંધીનગર ખાતે ફરીથી રાજ્ય સરકારને ફરિયાદ કરવા માટે આવ્યો છું. પરંતુ જો કોઇ નિર્ણય આવશે નહિ તો હવે કોઇપણ પ્રકારની મંજૂરી વગર સુત્રાપાડાથી દિલ્હી સુધી સાયકલ પર જઈને વડાપ્રધાન મોદી (PM Modi)ને ફરિયાદ કરવામાં આવશે.

આ પણ વાંચો -

Last Updated : Jul 17, 2021, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.