ETV Bharat / state

Gujarat Cabinet meeting: હર ઘર તિરંગા યાત્રા 4 ઓગષ્ટથી 12 ઓગષ્ટ સુધી યોજાશે, સીએમ સુરતમાં કરાવશે પ્રારંભ - લમ્પી વાયરસ

ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો( Gujarat Cabinet meeting)કરવામાં આવ્યા હતા. 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે ઘર ઘર તિરંગા(Har Ghar Triranga Yatra)બાબતે પણ આજે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. 4 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ સુધી રાજ્યની આઠ મહાનગર પાલિકાઓમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યપ્રધાન 4 ઓગસ્ટના રોજ સુરતથી આ યાત્રાનો પ્રારંભ કરાવશે.

Gujarat Cabinet meeting: હર ઘર તિરંગા યાત્રા 4 ઓગષ્ટથી 12 ઓગષ્ટ યોજાશે, સીએમ સુરતમાં કરાવશે પ્રારંભ
Gujarat Cabinet meeting: હર ઘર તિરંગા યાત્રા 4 ઓગષ્ટથી 12 ઓગષ્ટ સુધી યોજાશે, સીએમ સુરતમાં કરાવશે પ્રારંભ
author img

By

Published : Aug 3, 2022, 8:21 PM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્ય ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો કરવામાં ( Gujarat Cabinet meeting)આવ્યા હતા. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે ઘર ઘર તિરંગા (Har Ghar Triranga Yatra)બાબતે પણ આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે 4 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ સુધી રાજ્યની તમામ આઠ મહાનગર પાલિકાઓમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 4 ઓગસ્ટના રોજ સુરત ખાતેથી આ યાત્રાનો પ્રારંભ કરાવશે.

કેબિનેટ બેઠક

શું હશે હર ઘર ત્રિરંગા યાત્રામાં - જીતુ વાઘાણીએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે રાજ્યની શાળાઓ કોલેજો, યુનિવર્સિટી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ હર ઘર તિરંગા કાર્યક્રમમાં ઉજવણીમાં ભાગ લેશે. 15 ઓગસ્ટ સુધી તમામ શિક્ષકો અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડિસ્પ્લે પ્રોફાઇલ પર રાષ્ટ્રધ્વજને રાખીને હર ઘર તિરંગાને ટેગ કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં આયોજન પ્રમાણે સૌ નાગરિકો સામાજિક અગ્રણીઓ સામાજિક સંસ્થાઓ વ્યાપારીઓ તેમજ પદાધિકારીઓ અધિકારીઓએ રાજ્યના દરેક ઘર સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે તે માટે પણ રાજ્ય સરકારે ચૂકેલું આયોજન કર્યું છે અને નાગરિકો રાષ્ટ્રધ્વજની ખરીદી કરી તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજને ફરકાવે તે માટે પણ રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

15 ઓગસ્ટ કાર્યક્રમ અરવલ્લીમાં યોજાશે - 15મી ઓગસ્ટના કાર્યક્રમની ઉજવણી બાબતે રાજ્ય સરકારે કેબિનેટમાં સંપૂર્ણ તૈયારીઓ કરી છે આ બાબતે રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 15 મી ઓગસ્ટ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અરવલ્લીમાં યોજવામાં આવશે. જેમાં રાજ્યભરમાં 663 અમૃત સરોવરનો લોકાર્પણનો કાર્યક્રમ પણ યોજાશે. આ અંતર્ગત ઓછામાં ઓછા એક એક ક્ષેત્રફળમાં આવેલા અમૃત સરોવરમાં અંદાજે 10,000 ક્યુબિક પાણીનો સંગ્રહ થયો છે જે રાષ્ટ્રધ્વજની ઉજવણી આવા તળાવો ખાતે કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વર્ષ 2017માં GST લાગુ થયું છે, શેરી ગરબા પર નહીં પણ મોટા આયોજન પર GST લાગશે

27 સ્થળોએ આદિવાસી દિવસની ઉજવણી - કેબિનેટ બેઠકમાં નિર્ણય થયા મુજબ રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ છે. તેની નિમિત્તે રાજ્યના 27 સ્થળોએ રાજ્યવ્યાપી અને ઉજવણી કરવામાં આવશે અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દાહોદ ખાતે રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. જેમાં 1300 કરોડના વિવિધ લક્ષી વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. જ્યારે વ્યક્તિગત લાભાર્થીઓને પણ જુદી જુદી યોજના હેઠળ લાભ આપવામાં આવશે. આ ઉપરાંત આદિજાતિ વિદ્યાર્થીઓને કોઈ 150 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિના લાભનું વિતરણનું આયોજન પણ કરવામાં આવ્યું છે સાથે જ 11000 જેટલા આદિજાતિ ખેડૂતોને વન અધિકાર પત્રનું વિતરણ પણ કરાશે.

લમ્પી વાયરસની ચર્ચા - રાજ્યના 20 જિલ્લાઓમાં દુધાળા પશુઓમાં લમ્પી વાયરસનો( Lumpy virus)કહેર જોવા મળ્યો છે. કેબિનેટ બેઠકમાં પણ આ બાબતે વિશેષવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યના 20 જિલ્લાઓના 2189 ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં કુલ 57,677 પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે તે તમામ પશુઓને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે જ્યારે નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધીમાં 11 લાખથી વધુ પશુઓનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Har Ghar Tiranga : વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશનનો અનોખો દેશભક્તિ પ્રેમ

મેડિકલ કોલેજમાં વધારો - રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં એક મેડિકલ કોલેજ હોય તેવી તૈયારીઓ છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી છે. આજે કેબિનેટ બેઠકમાં ગોધરા અને પોરબંદર ખાતે નવી કોલ મેડિકલ કોલેજને પણ મંજૂરી આપવામાં આવી હતી. નેશનલ મેડિકલ કમિશન દ્વારા લેટર ઓફ ઈન્ટેન્ટ અપાયાની વાત પણ રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી.

નવી મેડિકલ કોલેજો માટેની દરખાસ્ત - ગોધરા અને પોરબંદર જિલ્લામાં મેડિકલ કોલેજમાં આ વર્ષથી જ 100 100 મેડિકલ બેઠક પર એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ થશે જેથી રાજ્યમાં મેડિકલ કોલેજોની કુલ બેઠકો 5700 થી વધીને 5900 થશે જ્યારે આ બંને કોલેજોનો કુલ 660 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે જેમાં કેન્દ્ર સરકાર 60 ટકા અને રાજ્ય સરકાર 40 ટકા ફાળો આપશ. આ ઉપરાંત રાજ્ય સરકારે રાજપીપળા મોરબી અને નવસારી એમ ત્રણ જિલ્લામાં નવી મેડિકલ કોલેજો માટેની પણ દરખાસ્ત નેશનલ મેડિકલ કાઉન્સિલ મોકલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.