ETV Bharat / state

PM Modi 73rd birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ પર ગુજરાતી બહેનો દ્વારા 73,000થી વધુ રક્ષાસુત્ર દિલ્હી મોકલશે - Prime Minister Narendra Modis 73rd birthday

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 73મો જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે ગુજરાતની બહેનો દ્વારા 73,000 કરતાં પણ વધુ રક્ષાસુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી તેમના દીર્ધ આયુષ માટે પ્રાર્થના કરશે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2023, 10:30 PM IST

ગાંધીનગર : રાજયભરની મહિલાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રક્ષાસુત્ર અર્પણ કરશે. તેમજ ભાજપ મહિલા મોરચાના કાર્યકર બહેનો પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલ અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને જઈને રાખડી બાંધશે.

આવનાર દિવસમાં ભાઇ-બહેનનો તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. તે સંદર્ભે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજયભરની બહેનો દ્વારા રાખડી મોકલવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લા અને મહાનગર, વોર્ડ અને મંડળ સ્તરે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની બહેનોએ જાતે રાખડી બનાવી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પહોંચાડી છે. તે રાખડીઓને દિલ્હી મોકલવામાં આવશે. - ભાજપ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.દિપિકાબહેન સરડવા

73,000 રક્ષાસુત્ર બાંધવામાં આવશે : દિપિકાબહેન સરડવાએ વધુમાં જણાવ્યું કે, આવનાર દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે રાજયભરની બહેનો દ્વારા 73 હજાર કરતા પણ વધુ રક્ષાસુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલવામાં આવશે. મહિલા મોરચાના બહેનો વડાપ્રધાન મોદીના દીર્ધાયું જીવન માટે પ્રાર્થના કરશે. આજથી રક્ષાબંધન સપ્તાહનો પ્રારંભ થનાર છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રક્ષાસુત્ર બાધવામાં આવી હતી. તેમજ 30 તારીખે રક્ષાબંધનના દિવસે રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી નિવાસસ્થાને બહેનો રાખડી બાંધવા જશે.

400થી વધું બેઠકો માટે શુભેચ્છાઓ પાઠવી : આ સપ્તાહમાં સમાજની સુરક્ષા પ્રદાન કરતા સુરક્ષા કર્મી, પોલીસ વિભાગના ભાઇઓ તેમજ કચ્છ અને નડ્ડાબેટ ખાતે સેનાના ભાઇઓને બહેનો રાખડી બાંધશે. મહિલા મોરચાના કાર્યકર બહેનો દ્વારા વૃક્ષને રાખડી બાંધી તેમના ઉછેર અને જતનનો સંકલ્પ કરે તેનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયભરની મહિલાઓ દ્વારા વડાપ્રધાનને રક્ષાબંધનની શુભકામના સાથે લોકસભા ચૂંટણીમાં આ વખતે 400 થી પણ વધુ બેઠકો જીતે તે માટે શુભેચ્છા સાથે પત્ર મોકલવામાં આવશે.

  1. Pm Modi's Pak Sister : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે તેમની પાકિસ્તાની બહેન, જાણો કેટલા વર્ષોથી જળવાયો છે નાતો
  2. Surat Gold Silver Rakhdi : સુરતમાં ગોલ્ડ અને સિલ્વરની રાખડી પર મોદી-યોગીનું આકર્ષણ, ચંદ્રયાન-3 ની અદ્ભુત ડિઝાઇન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.