ETV Bharat / state

ગુજરાત ટાઇટન્સની ટીમે મુખ્યપ્રધાન સાથે કરી મુલાકાત, CMને બેટ ભેટમાં આપ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી IPLની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સનો (Gujarat Titans)ભવ્ય વિજય થયો હતો. આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાત ટાઇટન્સની ટીમે શુભેચ્છા મુલાકાત કરી હતી. ગુજરાત ટાઇટન્સના તમામ ખેલાડીઓ વતી મુખ્યપ્રધાનને સિગ્નેચર વાળું એક બેટ ભેટ કરવામાં આવ્યું છે.

ગુજરાત ટાઇટન્સની ટીમે મુખ્યપ્રધાન સાથે કરી મુલાકાત, CMને  બેટ ભેટમાં આપ્યું
ગુજરાત ટાઇટન્સની ટીમે મુખ્યપ્રધાન સાથે કરી મુલાકાત, CMને બેટ ભેટમાં આપ્યું
author img

By

Published : May 30, 2022, 9:07 PM IST

ગાંધીનગર: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium)યોજાયેલી IPLની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સનો ભવ્ય વિજય થયો હતો. આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટાઇટન્સની ટીમના ખેલાડીઓને મુખ્યપ્રધાનના નિવાસસ્થાને આમંત્રિત કર્યા હતા અને તેમની સાથે ક્રિકેટની ચર્ચાઓ કરી હતી. સાથે જ ગુજરાત ટાઇટન્સના તમામ ખેલાડીઓ વતી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને(CM Bhupendra Patel)તમામ ખેલાડીઓના સિગ્નેચર વાળું એક બેટ ભેટ કરવામાં આવ્યું છે.

ગુજરાત ટાઇટન્સ
ગુજરાત ટાઇટન્સ

આ પણ વાંચોઃ Shani Jayanti સોમવતી અમાસ અને શનિ જયંતિના પાવન પર્વે કરો શનિ મહારાજના દર્શન

બેટની થશે હરાજી - ગુજરાત ટાઇટન્સ ટીમના(Gujarat Titans team)ખેલાડીઓએ સોશિયલ કોઝ માટેની પ્રસંશનીય પહેલ કરતા ટીમના બધા જ ખેલાડીઓના હસ્તાક્ષર કરેલું ‘બેટ’ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આપ્યું છે. આ બેટની હરાજી વેચાણમાંથી થનારી આવક રાજ્યની દિકરીઓના શિક્ષણ-કન્યા કેળવણી માટે વપરાશે. જયારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાટણના પરંપરાગત પટોળા ભેટ આપી ખેલાડીઓનું સ્વાગત કર્યું- ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા તથા અન્ય ખેલાડીઓએ જીતનો મંત્ર વર્ણવ્યો.

ગુજરાત ટાઇટન્સ
ગુજરાત ટાઇટન્સ

શું કહ્યું ભુપેન્દ્ર પટેલ - આ અભિવાદન સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત ટાઇટન્સ ટીમે તેની ડેબ્યૂ ટુર્નામેન્ટમાં વિજેતા બની સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. ગુજરાત ટાઇટન્સ ટીમને વિજેતા બનતા જોઇને દરેક ગુજરાતીની છાતી ગર્વથી ફુલી જાય તેવો માહોલ ફાઇનલ મેચમાં સર્જાયો હતો. ભૂપેન્દ્ર પટેલે ફાઇનલ મેચની રોમાંચક પળો વિશે ખેલાડીઓ સાથે વાત કરી હતી સાથે સાથે બાળપણમાં ક્રિકેટ રમવાના તેમના સંસ્મરણો પણ તાજા કર્યા હતા.

આ પણ વાંચોઃ Winner of IPL 2022 final match : આજે અમદાવાદ કરશે ગુજરાત ટાઈટન્સનું ' હાર્દિક ' અભિવાદન

હાર્દિક પંડ્યાએ ગુજરાત ફેન્સની કરી તારીફ - ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમની જીત પાછળનો સફળતા મંત્ર વર્ણવતા કહ્યું કે, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધારે ગુજરાતી પ્રેક્ષકોએ ઉત્સાહ વર્ધન કર્યું તેનાથી એક અલગ જ ઉર્જા સૌ ખેલાડીઓને મળી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમક્ષ ટીમના કોચ આશિષ નેહરા, વાઈસ કેપ્ટન રાશિદ ખાન, ઓપનર શુભમન ગીલ તથા રિદ્ધિમાન સાહા વગેરે ખેલાડીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. આ ખેલાડીઓએ ગુજરાતી ખાનપાન, મહેમાનગતિ અને ગુજરાતી પ્રેક્ષકોના ઉત્સાહને વખાણ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ IPL ટ્રોફી પ્રસ્તુત કરી હતી. ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેમના સૌ ખેલાડીઓનો પરિચય કરાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.